આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



પ્રકરણ – ૩
મૅરેજ ઑફ ફિગારો
(ઇટાલિયન ઑપેરા)

પાત્રો:

કાઉન્ટ અલ્માવીવા બેરિટોન
કાઉન્ટેસ (એની પત્ની) સોપ્રાનો
સુસાના (એની નોકરાણી) સોપ્રાનો
ફિગારો (કાઉન્ટનો યુવાન નોકર) બાસ
ચેરુબિનો (કાઉન્ટનો તેર વરસનો નોકર) સોપ્રાનો
માર્સેલિના (કાઉન્ટેસની ઘરડી આયા) મેત્ઝો સોપ્રાનો
ડૉન બાર્તાલો (સેવિલે નગરનો ડોક્ટર) બાસ
ડૉન બેઝિલિયો (સંગીત શિક્ષક) ટેનર
ડૉન કુર્ઝિયો (વકીલ) ટેનર
એન્તોનિયો (કાઉન્ટનો માળી) બાસ
બાર્બેરિના (માળીની બાર વરસની પુત્રી) સોપ્રાનો

સ્થળ :

સ્પેનના સેવિલે નગરથી થોડેક જ દૂર કાઉન્ટનો એગુસ-ફેકાસ કિલ્લો.

અંક - 1

કાઉન્ટના કિલ્લામાં ફિગારોનાં સુસાના સાથે લગ્ન લેવાવાનાં છે. પડદો ઊપડે છે ત્યારે લગ્ન પછી આ યુગલને જે ઓરડો મળવાનો છે તેને ફિગારો માપી રહ્યો છે અને સુસાના નવી હેટ પહેરીને અરીસામાં જોઈને મલકાય છે. પણ પોતાને ફાળવેલો ઓરડો કાઉન્ટના

૮૪