આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મૅરેજ ઑફ ફિગારો
૮૫
 

 ઍપાર્ટમેન્ટની બાજુમાં જ, લગોલગ છે એનું ભાન થતાં સુસાના વ્યથિત થઈ જાય છે, કારણ કે કાઉન્ટનો વાસનાભર્યો ડોળો પોતાની ઉપર છે એની તેને ખબર છે. એ વખતના રિવાજ મુજબ માલિકનોકરની પત્નીને એક વાર ભોગવી લે એ વાતનો ડર તેને સતાવે છે. પણ ફિગારો વચન આપીને તેને ધરપત આપે છે કે પોતે કાઉન્ટને કોઈ પણ ભોગે અટકાવશે.

લુચ્ચી માર્સેલિના કાવતરું કરે છે. અગાઉ એણે ફિગારોને ઉછીના પૈસા આપેલા. દેવું સમયસર ચૂકવવામાં નિષ્ફળ જતાં ફિગારોએ માર્સેલિના સાથે લગ્ન કરવાં પડશે એવા કરાર પર એણે ફિગારોની સહી લઈ લીધી. ચેરુબિનો બાર્ગેરિના સાથે લફરું કરે છે પણ પછી ગભરાય છે કે જો કાઉન્ટેસને એની જાણ થશે તો એ પોતાને કિલ્લામાંથી બહાર તગેડી મૂકશે. ડરનો માર્યો ચેરુબિનો સુસાના આગળ પોતાની વ્યથા રજૂ કરે છે. ત્યાં જ અચાનક કાઉન્ટ ધસી આવતાં એક મોટી આરામ ખુરશી પાછળ ચેરુબિનો સંતાઈ જાય છે. પણ ત્યાં જ અચાનક સંગીતશિક્ષક બેઝિલિયો આવી જતાં હવસ સંતોષવા આવેલા કાઉન્ટે પણ આરામખુરશી પાછળ સંતાવું પડે છે, પણ એની તરત પહેલાની ક્ષણે કાઉન્ટની નજર ચૂકવીને અચાનક આરામખુરશીમાં કૂદી પડેલા ચેરુબિનોને સુસાના કાઉન્ટેસના ડ્રેસથી ઢાંકી દે છે. પણ કાઉન્ટ ઊભો થઈને ચેરુબિનોને પકડી પાડે છે. એ જ વખતે બેઝિલિયો ચાડી ખાય છે કે ચેરુબિનો કાઉન્ટેસ પાછળ પાગલ છે. એટલે ક્રોધિત કાઉન્ટ એનો નિકાલ કરવાનો તરત ફેંસલો કરીને એને લશ્કરી અફસરનો હોદ્દો આપીને તત્કાળ રણમોરચે જવાનો હુકમ કરે છે. ત્યાં જ ફિગારો આવીને ચેરુબિનોને ચીડવે છે.

અંક – 2

કાઉન્ટેસ એના રૂમમાં એકલી છે અને કાઉન્ટ હવે પોતાને પ્રેમ કરતો નથી એવું દર્દનાક ગીત ગાઈને વાતાવરણને દુઃખી કરી