આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મૂરખરાજે કહ્યુઃ"ત્યારે તેઓને પગાર નહીં આપવા."

એક અમલદાર બોલી ઊઠ્યો: "આ પ્રમાણે તો કોઈ નોકરી નહીં કરે."

મૂરખરાજ બોલ્યો: "ભલે, આપણને તેઓની નોકરીનું કામ નથી. તેઓ જમીન ખેડશે તો બસ થશે. અને તેટલુંય નહીં કરે તો ભૂખે મરશે."

વળી લોકો મૂરખરાજ પાસે ન્યાય કરાવવા આવતા ત્યારે તેના ન્યાયનું ધોરણ વિચિત્ર લાગતું.

એક વેળા એક શેઠિયો પોતાના ઘરમાં ચોરીની રાવ લાવ્યો.

મૂરખરાજે ઇન્સાફ આપ્યો: "જે માણસ પૈસા લઈ ગયો તેને તેની જરૂર હશે. એટલે ફરિયાદીએ શાંતિ રાખવી ઘટે છે."

આમ થવાથી લોકોમાં મૂરખરાજ નામ પ્રમાણે ગુણવાળો ગણાવા લાગ્યો. એક વેળા તેની રાણીએ તેને કહ્યું: "તમને તો બધા તમારા નામ પ્રમાણે જ ગુણ છે એમ માને છે."

મૂરખરાજે કહ્યું: "એ તો ભલી વાત થઈ."

રાણી કંઈક વિચારમાં પડી ખરી. પણ પોતે મૂર્ખાના જેવી સાદી અને ભલી હતી.એટલે મૂર્ખાના જવાબથી