આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તારો ભાગ તને શાને મળે ? તું એટલો વિચાર પણ નથી કરતો કે તને હું કાંઈ આપું તો પેલા મૂર્ખાને અને મોંઘીને અન્યાય થાય."

સમશેરબહાદુર બોલ્યો, "બાપા, તમે એમ શું કહો છો? મૂર્ખો તો નામ તેવા ગુણ ધરાવે છે, અને મોંઘી તો કુંવારી ને કુંવારી ! હવે બહુ મોટી થવા આવી. વળી બહેરી ને મૂંગી ! આ બેને કેટલાક પૈસા જોઈશે?"

બાપ બોલ્યો, " ઠીક છે ત્યારે, આપણે મૂર્ખાને પૂછીએ." પૂછપરછ થતાં મૂરખરાજ બોલ્યો : " સમશેરબહાદુર ઠીક કહે છે. ભલે એને હિસ્સો આપો." એટલે સમશેરબહાદુર બાપની મિલકતમાંથી પોતાનો હિસ્સો લઈ ગયો, અને પાછી બાદશાહની નોકરી શરૂ કરી."

ધન્વંતરિએ પણ વેપાર તો ઠીક જમાવેલો પણ તેને વહુ મળેલી તે મોંઘી પડી. એક કોરથી ધન્વંતરિ કમાય અને બીજી તરફથી તેની વહુ મોજશોખમાં અને વટવહેવારમાં કમાણી કરતાં વધારે વાપરે; તેથી ધન્વંતરિ પણ તેના બાપની પાસે ગયો અને સમશેરબહાદુરની જેમ પોતાના હિસ્સાની માગણી કરી.

બુઢ્ઢાએ જવાબ આપ્યો : "દીકરા, તું ઘરમાં તો કાંઈ લાવ્યો નથી. તારા ભાઈ મૂર્ખાએ મહેનત કરીને