આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
ના સંપાદકો નોંધે છે એમ (He) paved the way for the modern age of discovery. ઈબ્ને બતૂતાએ આધુનિક ભૌગોલિક શોધખોળોનો માર્ગ મોકળો કરી દીધો એમાં કોઈ શંકા નથી.
(એક આડવાત :- બીજા કોઈએ ભલે ઇબ્ને બતૂતાની કદર ના કરી હોય પણ દુબઈમાં આ મહાન પ્રવાસી અને ભૂગોળશાસ્ત્રીને શ્રદ્ધાંજલિ રૂપે ‘ઈબ્ને બતૂતા મોલ' નામક મોટું શોપીંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે. આમાં ઈબ્ને બતૂતાએ જે દેશોની મુલાકાત લીધી હતી એ દેશોના સ્ટોલ છે. મોલની વચ્ચો વચ ઈબ્ને બતૂતાની કાંસાની પ્રતિમા તથા કેટલીક હસ્તપ્રતો કાચની પેટીમાં મુકવામાં આવી છે.)