આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો'
૧૦૫
 
અલ ફારાબી

અબૂ નસ્ર મુહમ્મદ ઇબ્ને મુહમ્મદ ઇબ્ને તરખાન ઇબ્ને અવઝબધ અલ ફારાબી પ્રસિદ્ધ ફિલસૂફ, સંગીતજ્ઞ, કોસ્મૉલોજીસ્ટ, તર્કશાસ્ત્રી, મનોવિજ્ઞાની અને સમાજશાસ્ત્રી હતા. લેટીન ભાષામાં Alfarabius તરીકે ઓળખાતા અલ ફારાબીના માતા પિતા મૂળતો ઈરાની હતા પરંતુ તુર્કસ્તાન આવીને વસી ગયા હતા જ્યાં ઈ.સ. ૮૭૦માં વાસીજ ફરાબ નામના સ્થળે અલ ફારાબીનો જન્મ થયો હતો. ફારાબીએ પ્રાથમિક શિક્ષણ ફારાબ અને બુખારામાં પૂર્ણ કર્યું અને ઉચ્ચ શિક્ષણ બગદાદમાં મેળવ્યું. અહીં યુહાન્ના ઈબ્ને હયલાન નામક ખ્રિસ્તી પાસેથી તર્કશાસ્ત્રનો અભ્યાસ કર્યો. અલ ફારાબીએ બગદાદમાં છ અબ્બાસી ખલીફાઓનું શાસન જોયું. એક ફિલસૂફ અને વિજ્ઞાની તરીકે અલફારાબીએ વિવિધ જ્ઞાનશાખાઓમાં પ્રવીણતાં અને દક્ષતા પ્રાપ્ત કરી અને ઘણી ભાષાઓ ઉપર પ્રભુત્વ મેળવ્યું.

ખલીફા અલ મુક્તફી (ઈ.સ. ૯૦ર - ૯૦૮) અથવા ખલીફા અલ મુક્તદીર (ઈ.સ. ૯૦૮ - ૯૩૨)ના પ્રારંભિક કાળમાં અલ ફારાબી બગદાદ છોડી કોન્સટેન્ટીનોપલમાં અભ્યાસ કરવા પહોંચ્યા. એમણે ઇબ્ને હયલાન સાથે હારાનનો પ્રવાસ પણ કર્યો. ત્યાંથી ગ્રીસ જઈ ૮ વર્ષ રહી વિજ્ઞાન અને ફિલસૂફીનો અભ્યાસ પૂર્ણ કર્યો. દમાસ્કસ (સીરીયા) અને ઈજીપ્તનો પ્રવાસ પણ કર્યો અને ત્યાંથી બગદાદ પાછા આવી સૈફુદદૌલાના હલબ (એલેપ્પો)ના દરબારમાં આવી પહોંચ્યા. એમણે ન્યાયધીશ (કાઝી) તરીકે અને પાછળથી શિક્ષક તરીકે પણ સેવાઓ આપી હતી. જીવનમાં ઘણા સંઘર્ષ કર્યા પછી ઈ.સ. ૯૫૦માં ૮૦ વર્ષની ઉંમરે ઇસ્લામના આ મહાન ફિલસૂફનું અવસાન થયું.

વિજ્ઞાન, ફિલસૂફી, તર્કશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, તબીબીશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને સંગીતમાં મહત્વનું યોગદાન આપ્યું. ફિલસૂફ તરીકે નવપ્લેટોવાદી હતા. પ્લેટોવાદ અને એરીસ્ટોટલવાદને આધ્યાત્મિકતા સાથે સાંકળવાનો એમણે પ્રયાસ કર્યો હતો. એમણે એરિસ્ટોટલના ભૌતિકશાસ્ત્ર, ધાતુશાસ્ત્ર, તર્કશાસ્ત્ર આધારિત ગ્રંથોના વિવેચનો પણ લખ્યા હતા. આ ઉપરાંત ફિલસુફીમાં એમણે પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા હતા. અને આ વિચારોની અસર ઇબ્ને સીના જેવા ફિલસૂફ ઉપર એટલી બધી થઈ હતી કે કેટલાક વિદ્યાનોનું માનવું છે કે અલ ફારાબીની પ્રતિમા ઇન્ને સીનાને લીધે ઢંકાઈ ગઈ હતી જો કે અલ ફારાબી ઇબ્ન સીના કરતા વધુ મૌલિક અને ઉચ્ચ