આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 

વિચારો ધરાવતા હતા. કદાચ એટલે જ અલ ફારાબી એરિસ્ટોટલ પછી 'બીજા શિક્ષક' (મોઅલ્લીમ અલ સાની) તરીકે આરબ જગતમાં ઓળખાયા. એમણે તર્કશાસ્ત્રને બે વિભાગ તખપ્યુલ (વિચાર) અને સુબુત (સાબિતી)માં વહેંચી એનું અધ્યયન સરળ કરી નાખ્યું.

સમાજશાસ્ત્રમાં 'અરા અહલૂલ મદીના અલ ફદીલાં' (આદર્શનગર) નામક ગ્રંથ પ્લેટોના 'ધી રિપબ્લિક'ની તરેહ ઉપર રચ્યો છે જો કે એમાં વિચારો સંપૂર્ણપણે મૌલિક છે. એમનું બીજું સૌથી મહત્વનું પ્રદાન છે 'કિતાબ અલ મૂસીકા અલ કબીર' આ ગ્રંથમાં સંગીતના ફિલસૂફાત્મક સિદ્ધાંતો, એના વૈશ્વિક ગુણો અને પ્રભાવોનું વર્ણન અલ ફારાબીએ કર્યું છે. એમણે નવા નવા રાગો અને વાદ્યો પણ શોધ્યા હતા. તેઓ એટલું સરસ સંગીત વગાડતા હતા કે એ ઇચ્છે ત્યારે શ્રોતાઓને પોતાના સંગીતથી હસાવી કે રડાવી શકતા હતા ! અલ ફારાબીએ સંગીત ક્ષેત્રે જ બીજા બે મહત્વના ગ્રંથો 'કલામ ફીલ મુશિકી’ અને ‘કિતાબ ફી ઈહસા અલ ઈકા'ની રચના કરી હતી જે હાલમાં ઉપલબ્ધ નથી. "એન્સાયકલોપીડીયા ઑફ ઇસ્લામ'ના સંપાદકો નોંધે છે કે (અલ ફારાબી) સાઉન્ડ અને સંગીતના ભૌતિક ફિઝીયોલોજીક સિદ્ધાંતોમાં ગ્રીકો કરતાં પણ ક્યાંક આગળ છે. તેઓ સંગીતવાદોનો ગહન અભ્યાસ કરનાર સૌ પ્રથમ સંગીતજ્ઞ હતા. આ વિશે ગ્રીકો પાસેથી આપણને કશુંય મળતું નથી.

અલ ફારાબી સારા ગણિત શાસ્ત્રી અને તબીબ હતા એના કરતા વધુ સારા સંગીતકાર હતા. તેઓ પ્રાયોગિક સંગીતકાર હતા અને કલા તથા વિજ્ઞાનની કદર જાણતા હતા. તેઓ સૈદ્ધાંતિક ચર્ચાઓને બદલે પ્રાયોગિક (ઈલ્મ અલ અમલી) સંગીત પર વધુ ભાર આપતા હતા. ગ્રીકોએ જેનો ઉલ્લેખ પણ નથી કર્યો એવા વિષય Physiological Accoustics ઉ.ત. એન્સેસન્સ ઑફ ટૉન વિશે મહત્વનો ફાળો આપ્યો. 'બુદ્ધિનો અર્થ' (Meaning of the intellect) નામક પ્રબંધમાં સંગીતના તબીબી ગુણો (મ્યુઝિક થેરાપી) વિશે પણ વર્ણન કર્યું છે. સાથે સાથે આ થેરાપીની અસર આત્મા ઉપર કેવી રીતે પડે છે એનું પણ વર્ણન કર્યું છે.

અલ ફારાબીએ વિપુલ રચનાઓ કરી હોવાનું મનાય છે. દુર્ભાગ્યે મોટાભાગના ગ્રંથો નાશ પામ્યા છે. સદભાગ્ય એ છે કે ૧૧૭ જેટલા ગ્રંથો બચી શક્યા છે. જેમાંથી ૪૩ તર્કશાસ્ત્ર વિશે. ૧૧ આધ્યાત્મશાસ્ત્ર વિશે, ૭ નીતિશાસ્ત્ર વિશે, ૭ રાજ્યશાસ્ત્ર બાબતે, ૧૭ ગ્રંથો સંગીત, તબીબીશાસ્ત્ર, સમાજશાસ્ત્ર વિશે અને ૧૧ વિવેચનો નો સમાવે થાય છે. 'ફૂસુસ અલ હિકમ' નામક ગ્રંથ ઘણા