આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 

ખૂબ જ મદદ પણ કરી. અલ બિરૂનીએ અબૂલ અબ્બાસની મદદથી જુરજાનીયામાં એક વેધશાળા પણ બાંધી હતી જ્યાં દક્ષિણયાન અને ઉત્તરાયણના ૧પ અવલોકનો નોંધ્યા હતા.

ઈ.સ. ૧૦૧૭માં મહમૂદ ગઝનવીએ કાથ ઉપર હુમલો કરી જીતી લીધું. અલ બિરૂની અને એમના ગુરૂ અબૂ નસ્ર મન્સૂરને વિજયી મહેમૂદની ફોજ સાથે જવાની ફરજ પડી. ઘણા ઇતિહાસકારો માને છે કે અલ બિરૂનીના મહમૂદ ગઝનવી સાથે સારા સંબંધ ન હતા. પરંતુ એ વાત પણ સ્વીકારે છે કે મહમૂદે અલ બિરૂનીને એમના વૈજ્ઞાનિક કાર્યો માટે ખૂબ મદદ કરી હતી. તેથી જ તો 'યામીની રીંગ' નામક સાધનની મદદથી અલ બિરૂનીએ ગઝના શહેરના અક્ષાંશો ૧૦૧૮ થી ૧૦૨૦ દરમિયાન નોંધ્યા હતા.

મહમૂદ ગઝનીને લીધે અલ બિરૂનીને ઘણી વખત ભારત આવવાનું સદભાગ્ય પ્રાપ્ત થતું હતું. અલ બિરૂનીએ આ દરમિયાન પંજાબ અને કાશ્મીરની આસપાસના શહેરોનાં અક્ષાંશો શોધી કાઢ્યા હતા. ભારત જેવા વિશાળ દેશમાં રહીને અલ બિરૂનીએ 'ઈન્ડીયા' નામક ગ્રંથની રચના કરી હતી. જેમાં ભારતના ધર્મો, ફિલસૂફી, વર્ણવ્યવસ્થા, લગ્નના રિતરિવાજો વગેરેનો ઉલ્લેખ કર્યો છે. ભારતીય સાહિત્ય અને ભૂગોળનો પણ એમણે સારો અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત ભારતીય ખગોળશાસ્ત્ર, જયોતિષશાસ્ત્ર, અને પંચાંગ વગેરે વિશે પણ માહિતી મેળવી હતી.

અલ બિરૂનીએ ભારતીય સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો હતો. એમણે કેટલાક સંસ્કૃત ગ્રંથોનો અરબી અનુવાદ પણ કર્યો હતો.

૧૦૩૦માં સુલ્તાન મહમૂદનું અવસાન થતા એનો પુત્ર મસૂદ ગાદીએ બેઠો. એણે પણ બિરૂનીની કદર કરી. બદલામાં બિરૂનીએ ખગોળશાસ્ત્રના પોતાના વિખ્યાત ગ્રંથ 'અલ કાનૂન અલ મસૂદી' ગ્રંથની રચના કરી અને અર્પણ કર્યું. બિરૂનીએ પોતાના જ પુસ્તક 'અલ આસારલ બાકિયા'માં પોતાના ૧૧૪ પુસ્તકોનો ઉલ્લેખ કરેલ છે. એમના કલ પુસ્તકોની સંખ્યા ૧૪૫ જેટલી છે. એમણે પોતાના વિખ્યાત પુસ્તકમાં લખ્યું છે કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને તેમણે આ બાબતની વૈજ્ઞાનિક છણાવટ પણ કરી હતી. અલ બિરૂનીનો રસ ઘણો વિશાળ હતો, અને એ સમયની જાણીતી વિજ્ઞાનની શાખાઓનો એમણે અભ્યાસ કર્યો હતો. ગાણિતિક પૃથ્થકણને લગતા