આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૧૧૩
 

વિજ્ઞાનમાં એમને વધારે રસ પડતો હતો. આ ઉપરાંત એમણે મિનરોલોજી, ઔષધશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષવિદ્યા વગેરે વિષયોનું વિસ્તૃત અધ્યયન કર્યું હતું અને ઘણા વિષયોમાં એમણે ગ્રંથોની રચના કરી હતી. એમણે ખગોળશાસ્ત્રમાં ૩૫, એસ્ટ્રોલેબ વિશે ૪, જ્યોતિષ શાસ્ત્રમાં ૨૩, ભૂગોળમાં ૧૯, ગણિતમાં ૧૫, ઇતિહાસમાં ૪ ને ભારત વિશે ૨ ગ્રંથોની રચના કરી હતી. આ ઉપરાંત તબીબી શાસ્ત્ર, ઔષધિશાસ્ત્ર, મિનરોલોજી, જાદૂ સાહિત્ય, ધર્મ અને ફિલસૂફી વિશે પણ ગ્રંથોની રચના કરી.

એમના પ્રસિદ્ધ ગ્રંથોની સૂચિ ના મુજબ છે :−

(૧) 'કિતાબ ફિલ ઈસ્તિલાબ અલ વુજુહ ફી સનત અલ અસ્તૂરલાબ' - એસ્ટ્રોલેબ વિશે છે.

(૨) 'રિસાલા ફી ફહરિશ્ત કુતૂબ મુહમ્મદ બિન ઝકરીયા અલ રાઝી' - મુહમ્મદ બિન ઝકરીયા અલ રાઝીના પુસ્તકોની સૂચિ છે.

(૩) અલ કાનૂન અલ મસૂદી’ - અંગ્રેજીમાં canon ના નામે ભાષાંતર પ્રસિદ્ધ છે આમાં ૬૦૦ સ્થળોનાં અક્ષાંસ (co-ordinates) ના કોષ્ટક આપવામાં આવ્યો છે.

(૪) 'અલ આસાર અલ બાકીયા મિન અલ કુરુન અલ ખાલીયા' નું અંગ્રેજીમાં અનુવાદ સચાઉ (sachau) એ 'Chronology of Ancient Nations' નામે કર્યું છે.

(૫) 'મકાલાત ફિલ નિસાબ અલ્લતી અલ ફિલ્લીઝાત જવાહિર ફિલ હઝમ' (Treatise on the Ratios between the volumes of metals & jewels) ધાતુઓ અને રત્નોના કદના ગુણોત્તર બાબત છે.

(૬) 'કિતાબ અલ જમાહિર ફી મારિફત અલ જવાહિર' અંગ્રેજીમાં ‘Gems' નામે અનુવાદ થયું છે. રત્નો અને ખનીજો વિશે છે.

(૭) 'ગુરત અલ ઝીજાત' એ સંસ્કૃત ખગોળશાસ્ત્રમાં વિજયાનંદ કૃત ‘કર્ણતિલક'નો અરબી અનુવાદ છે. અમદાવાદની પીર મુહમ્મદશાહ દરગાહની પુસ્તકાલયમાં આની હસ્તપ્રત મોજૂદ છે.

(૮) 'કિતાબ ફી તહકીક મ લિલ હિન્દ' ઈ. સચાઉ એ 'Al Biruni's India' નામે અંગ્રેજીમાં અનુવાદ કરેલ છે.