આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૧૧૭
 

અલ બત્તાનીના ખગોળશાસ્ત્ર અને ત્રિકોણમિતિમાં મૂળભૂત સંશોધનોએ વિજ્ઞાનની પ્રગતિમાં મહત્વનાં પરિણામો આપ્યા. કોપરનીક્સે પોતાના પુસ્તક 'De Revolutionibus orbium clestium' માં અલબત્તાની નો ઋણ સ્વીકાર કર્યો છે. એવી જ રીતે પ્યુરબાક, ટાયકોબ્રાહે, કેપ્લર તથા ગેલીલીયોએ પણ અલબત્તાનીના કાર્યોમાંથી ઘણી પ્રેરણા મેળવી હતી.