આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૫
ગણિતશાસ્ત્રમાં ઈબ્ને સીનાએ યુકલિડના ગ્રંથનો અનુવાદ કર્યો હતો.
ખગોળશાસ્ત્રમાં પણ ઈબ્ને સીનાને રૂચિ હતી. તેણે ખગોળીય અવલોકનો લેવા ઉપરાંત હમદાનમાં વેધશાળની સ્થાપના પણ કરાવી હતી.
આ મહાન વિદ્વાનનું અવસાન ઈ.સ. ૧૦૩૮માં હમદાનમાં થયું હતું.