આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 
ઇબ્ને મિસ્કવાયહ (ઇ.સ. ૯૩પ-૧૦૩૨)

અબૂ અલી એહમદ બિન મોહમ્મદ ઇબ્ને મિસ્કવાયહનો જન્મ ઈરાનના રે શહેરમાં ઇ.સ. ૯૩૫માં થયો હતો. કોઈ અજાણ શાળામાં એણે શિક્ષણ લીધું. જીવનના પ્રારંભિક વર્ષો નફિકરાઈના કારણે એશ આરામમાં વીતાવ્યા. રોજીરોટીની ચિંતા થઈ તો શું કરવું એ પ્રશ્ન ઉદ્‌ભવ્યો. એ વખતે કીમીયાગિરીના ફેશન હતી. કોઈ કીમીયાગરની જાળમાં ફસાયો અને લોખંડમાંથી સોનું બનાવવાની ધૂન લાગી. જાબિર બિન હૈયાન અને ઝકરીયા અલ રાઝીના ગ્રંથો વાંચીને સોનું કેવી રીતે બનાવવું એના સંશોધનમાં લાગી ગયો પરંતુ એને નિષ્ફળતા જ મળી.

આ નિષ્ફળતાએ ઇબ્ને મિસ્કવાયતને ઝંઝોળી નાખ્યો. એણે ઘરમાં એકલતા સ્વીકારી લીધી અને જ્ઞાન વિજ્ઞાનના ગ્રંથોના અભ્યાસમાં વ્યસ્ત થઈ ગયો. આના પ્રભાવથી એના સ્વભાવમાં પણ પરિવર્તન આવ્યું. એણે સાહિત્ય, નૈતિકતા, ફિલસૂફી, ખગોળશાસ્ત્ર અને ગણિતશાસ્ત્ર જેવા વિષયોમાં નિપુણતા પ્રાપ્ત કરી.

વઝીર અલ મલહબીના મૃત્યુ પછી ઇબ્ને મિસ્કવાયહ વઝીર ઇબ્ને અલ ઉમેદની નોકરીમાં દાખલ થયો. એણે ગ્રંથપાલ તરીકે સાત વર્ષ સેવા આપી. ઈ.સ. ૯૬૬માં ખુરાસાનના સૈનિકો રોમનોથી લડવા માટે રે શહેરમાં દાખલ થયા ત્યારે આ લડાઈમાં પુસ્તકાલયને બરબાદ થતું અલ મિસ્કવાયહે અટકાવ્યું. ઇ.સ. ૯૭૬માં અબુલ ફત્હ મૃત્યુ પામતા વેલમી વંશના અદુદદૌલાના દરબારમાં નિયુક્તિ પામ્યો અને ઊંચા હોદ્દાઓ ઉપર સેવા આપી. ઇબ્ને મિસ્કવાયહના જ્ઞાનની ચર્ચા ચારેકોર થવા લાગી તો દુરદુરથી વિદ્યાર્થીઓ એની પાસે ભણવા માટે આવતા. બાદશાહ અદુદદૌલાને ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં રૂચિ હતી અને એ પોતે વિદ્વાનોની કદર કરનાર હતો. એથી એણે શીરાજ શહેરમાં ભવ્ય પુસ્તકાલય અને બગદાદમાં અસ્પતાલ બંધાવ્યા. આ પુસ્તકાલયના ગ્રંથપાલ તરીકે મિસ્કવાયહની નિમણુંક કરવામાં આવી.

'ઇબ્ને મિસ્કવાયહ જીવવિજ્ઞાનનો નિષ્ણાંત હતો. વનસ્પતિમાં જીવ હોય છે એ સંશોધન કરનાર પ્રથમ વનસ્પતિશાસ્ત્ર હતો. છેક વીસમી સદીમાં (ભારતીય વૈજ્ઞાનિક ડૉ. જગદીશ ચંદે બોઝે આ વાત પ્રસ્થાપિત કરી અને પ્રસિદ્ધ થઈ ગયા!) પ્રાણીઓમાં પણ લાગણી હોય છે એ દર્શાવનાર, સમાજશાસ્ત્રી અને મનોવિજ્ઞાની