આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૧૪૩
 


છે. આમાં અબુ મશરે જ્યોતિષ શાસ્ત્રથી છ ફાયદા થતા હોવાનું જણાવ્યું હતું. એમાંથી એક હતું 'શમર' (ફળ). આના ઉપરથી કદાચ 'ફળ ભવિષ્ય' કે 'ફલાદેશ' જેવી બાબતો ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં ઉતરી હોવાનું અનુમાન કરી શકાય અથવા તો ભારતીય જ્યોતિષ શાસ્ત્રના આધારે અબ મુશરે આ 'શમર' વિશેનો લાભ વર્ણવ્યો હોય, એ શક્યતા પણ નકારી ન શકાય.

અબુ મશર અને એહમદ ઈબ્ને યુસફના જ્યોતિષ શાસ્ત્ર અંગોના આ ગ્રંથોએ મધ્યયુગમાં ભારે પ્રસિદ્ધી મેળવી હતી.