આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 

‘કિતાબ અલ મુખ્તાર ફી અલ અગાદીયા' નામક ગ્રંથમાં તંદુરસ્તી, ડાયેટીંગ તથા ખાવાપીવાની રીતભાતો વિશે વર્ણન કર્યું છે. એમનું આ એકમાત્ર ગ્રંથ, લેટીન ભાષામાં અનુવાદિત થયો છે, તેથી તેમનું જ્ઞાન યુરોપના મોટાભાગના દેશોમાં અજ્ઞાત જ રહ્યું.

ઇબ્ને અલ નફીસે તબીબીશાસ્ત્રના જ્ઞાનમાં વધારો કરી એને ફળદ્રુપ બનાવ્યું અને એના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો.

અલ નફીસનું અવસાન ઈ.સ. ૧૨૮૮માં થયું.