આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૧૫૫
 


એવી જ રીતે VKH (Vogt - Koyanagi - Harada) નામે આજે પ્રચલિત રોગ વિશેની સૌ પ્રથમ માહિતી પણ અલીએ જ આપી હતી. આ રોગમાં ભમ્મર અને પાંપણના વાળ સફેદ થઈ જાય છે.

અલી બિન ઈસાએ તંદુરસ્તીની જાળવણી માટે ૧૪૧ સાદા ઈલાદની યાદી બનાવી હતી. ઉપરાંત જડીબુટ્ટીઓના નામ એમની ઓળખ, વિશેષતાઓ અને અસરો તથા લાભ વિશે વર્ણન કર્યું છે જે આંખોના ઈલાજમાં ઉપયોગી થઈ શકે છે.

હુનૈન ઇબ્ને ઈસ્હાકના ૧૦ પ્રબંધ ગ્રંથો પછી આંખ વિશે ભણાવનાર અલી બિન ઈસા હતો.