આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 

અલ ઝહરાવી ઘણાબધા તબીબી સાધનોના શોધક હતા, એમાંથી ત્રણ ખૂબ પ્રસિદ્ધ છે. (૧) કાનની આંતરિક ચકાસણી માટેનું સાધન (૨) urethra.... ની આંતરિક ચકાસણી માટેનું સાધન અને (૩) ગળામાંથી બહારની વસ્તુઓ કાઢવા માટેનું સાધન. તેઓ cauterization (જખમના ભાગને બાળી દેવાની ક્રિયા જેથી ચેપ વધતો અટકે) નામક પદ્ધતિ દ્વારા રોગોનું નિદાન કરવામાં નિપૂણતા મેળવી હતી અને આ પદ્ધતિ વિવિધ પ૦ ઉપરાંત શસ્ત્રક્રિયાઓમાં અજમાવી હતી.

'અલ તસરીફ'માં અલ ઝહરાવીએ વિવિધ ઔષધો બનાવવાની રીતો પણ વર્તાવી છે. આ ઉપરાંત વિશેષ શાખાઓમાં શાસ્ત્રક્રિયા કરવાનું વિસ્તૃત વર્ણન પણ છે. દા.ત. આજના આધુનિક યુગમાં આ શાખાઓ E.N.T. (કાન, નાક, ગળા) અને ઓપ્થાલ્મોલોજી (નેત્ર વિજ્ઞાન) વગેરે છે. ઔષધો બનાવવાની રીત ઉપરાંત એમના શુદ્ધિકરણની પદ્ધતિઓ પણ વર્ણવી છે. અલ ઝહરાવી દાંતોના રોગોના ઈલાજ માટે પણ પ્રસિદ્ધ હતા. એમના ગ્રંથમાં ઘણા બધા દાંતના રોગો તથા શસ્ત્રક્રિયાઓ અને એ સંબંધિત સાધનોનું વર્ણન કરવામાં આવ્યું છે.