આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૨૫
 



ઉમર ખૈયામ
(જ. ૧૦૪૮ નિશાપૂર, ઈરાન)

ગ્યાસુદ્દીન અબૂલ ફત્હ ઇબ્ને ઈબ્રાહીમ અલનિશાપુરી મુખ્યત્વે ઉમર ખૈયામ તરીકે ઓળખાય છે. એમનો જન્મ ઈ.સ. ૧૦૪૮માં ઈરાનના નિશાપુરમાં થયો હતો. ગણિતશાસ્ત્રી ખગોળશાસ્ત્રી અને ફિલસુફ ઉમર ખૈયામ સૌથી વધુ પ્રખ્યાત છે એમની રૂબાઈઓ માટે.

ઉમર ખૈયામના પિતા અને દાદા 'ખૈમા' અથવા 'તંબૂ' બાંધવાનું કામ કરતા હોવાથી 'ખૈયામ' તરીકે ઓળખાયા. મોટાભાગના ઇતિહાસકારોના મત મુજબ ઉમર ખૈયામ નિશાપુરમાં જન્મયા અને ત્યાં જ રહી શિક્ષણ પ્રાપ્ત કર્યું. ૧૭ વર્ષની ઉંમર સુધી ફિલસૂફીના બધા ક્ષેત્રોમાં નિપૂણતા પ્રાપ્ત કરી લીધી હતી.

ઈ.સ. ૧૦૭૦માં ઉમર ખૈયામ સમરકંદ પહોંચ્યા. ત્યાં ન્યાયધીશ અબૂ તાહિરનો સહયોગ મળતા અંકગણિતનો મહાન પ્રબંધ ગ્રંથ 'રિસાલા ફિલ બરાહીન અલા મસાઈલ અલ જબ્ર વલ મુકાબલા' રચ્યું, જેમાં ત્રિપદી પદાવલિઓના સૂત્રો રજૂ કર્યા. આ પ્રબંધ ગ્રંથના વધારાનો (પુરવણી રૂપ) ગ્રંથ બુખારામાં શમ્સુલ મુલ્કના દરબારમાં રચ્યો હતો.

ઉમર ખૈયામ ઈરાનનાં જ શહેર ઈસ્ફહાનમાં ૧૮ વર્ષ રહ્યાં. સેલ્જુક સુલતાન જલાલુદ્દીન મલિકશાહ અને વઝીર નિઝામુલ મુલ્કના આમંત્રણથી ઇસ્ફહાનની ખગોળીય વેધશાળામાં દેખરેખ માટે ઉમર ખૈયામ નિયુક્તિ પામ્યા. અહીં એ સમયના બીજા પણ પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રીઓ ભેગા થતા હતા. ઉમર ખૈયામના માર્ગદર્શનમાં અહીં ખગોળીય કોષ્ટકો ‘ઝિજ મલિકશાહી' ની રચના કરવામાં આવી.

એ વખતે ઈરાનમાં સૂર્ય આધારિત પંચાગ અમલમાં હતું. ઉમર ખૈયામે ઈ.સ. ૧૦૭૯માં આ પંચાંગમાં સુધારા વધારાનું સૂચન કર્યું. એ મુજબ આ નવું પંચાંગ ૩૩ વર્ષના આધારે રચવાનો હતો જેને 'માલિકી યુગ' અથવા 'જલાલી યુગ' તરીકે સુલતાનના માનમાં નામ આપવાનું હતું. દરેક યુગના ૪,૮,૧૨,૧૬,૨૦,૨૪,૨૮, અને ૩૩ વર્ષને ‘લીપ યર' ૩૬૬ દિવસનો ગણવાનો હતો અને વર્ષની સરેરાશ ૩૬૫.૨૪૨૪ દિવસ (હાલના સૂર્ય પંચાંગ મુજબ માત્ર 0.000૨ દિવસનો જ તફાવત હતો !) તરીકે ગણતરીમાં લેવાના હતાં. આ રીતે