આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૪૫
 

હિમાયતી હતા. તેઓ પ્રાદેશિક ગવર્નરોને અપાતી અમર્યાદ સત્તાના વિરોધી હતા. એમના પુસ્તકો 'અલ અહકામ અલ સુલતાનીયા” અને 'કાનૂન અલ વજારહ'ના ઘણી ભાષાઓમાં અનુવાદ થયાં છે.

નૈતિકશાસ્ત્રમાં માસ્ટરપીસ તરીકે ગણાતું ‘કિતાબ આદાબ અલ દુનિયા વલ દીન' નામક ગ્રંથની રચના અલ મવરદીએ કરી. કેટલાંક મુસ્લિમ રાષ્ટ્રોમાં આજે પણ આ ગ્રંથ ખૂબ લોકપ્રિય છે. અલ મવરદીએ સામાજિક વિજ્ઞાન ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપ્યું જેને પાછળથી ઇબ્ને ખલ્દૂને વિકસિત કર્યું.