આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૮૭
 

એક ઈતિહાસકાર તરીકે ઇબ્ને ખલ્દૂન મુસ્લિમ ઇતિહાસકારોમાં સૌથી ટોચના સ્થાને બીરાજે છે. એમણે ઈતિહાસના લખાણ માટે સૌથી શ્રેષ્ઠ માહિતી અને સ્ત્રોતોના આધારે એક સંતુલિત અને પૂર્વગ્રહ રહિત ગ્રંથ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે તેમાં તેઓ સફળ થયા છે.

ઈ.સ. ૧૩૮૪માં ઈજીપ્તના શાસક બરકૂક (૧૩૮૨-૧૩૯૯)એ ઇબ્ને ખલ્દૂનના જ્ઞાનનો લાભ મેળવવા માટે એમને મુખ્ય નયાયાધીશ ના હોદ્દા ઉપર નિયુક્ત કર્યા હતા. પોતાની રાજકીય કાર્યોની વ્યસ્તતા વચ્ચે પણ ઈબ્ને ખલ્દૂન પોતાના વિદ્વતાભર્યા સંશોધન કાર્ય માટે સમય ફાળવતા હતા, વિશેષ કરીને પોતાના ઈતિહાસના કાર્ય માટે જ્ઞાનમાં વધારો કર્યો. એમણે પોતાની લાંબી આત્મકથા પણ લખી હતી.