આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર

સખી તારાં નેપુર રે, સુંદર વાગતાં રે, વાગ્યાં વાગ્યાં માઝમ રાત;
નાનું સરખું નગર રે, સૂતેલું જાગિયું રે, જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર. સખી૦

વાડીમાં રે પાક્યો રે, સુંદર આંબલો રે, તેની તે મીઠી મીઠી ઊતરે શાખ,
કામિની વેડાવે રે, આરોગવા રે, મારા હરિને કહું કે ચાખ. સખી૦

આંગણીયે રોપાવું રે, સુંદર એલચી રે, ઠામ ઠામ રોપાવું નાગરવેલ;
નરસૈંયાના સ્વામી રે, બાઈ મને ત્યાં મળ્યો રે, હરિ મારો શોભે ઉરની વેલ. સખી૦