આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
સુદર્શન ગદ્યગુચ્છ - ૨
 

આગળ બતાવેલા ધર્મ તરફ વૃત્તિ તેટલે અંશે તે માણસ બીજા કરતાં વધારે સુખી ને વધારે શ્રેષ્ઠ. આમ આ ધર્મનો સામાન્ય પક્ષે ઉપયોગ બતાવતાં, તથા એ જ ધર્મ સર્વને નિર્વિવાદ ગ્રાહ્ય છે તે પ્રસિદ્ધ કરતાં, અમે તે ધર્મ કેવલ નિઃસાધ્ય જ એટલે કલ્પિત માત્ર છે એમ કહેવા ઇચ્છતા નથી. એ ધર્મના સર્વ અંશ યથાર્થ રીતે પ્રાપ્ત કોઈએ કર્યા હશે. અથવા કરી શકાય કે નહિ એ શંકાનો નિર્ણય અત્રે કરવાની જરૂર નથી – કારણ એ વિષય બહુ તકરારથી ભરેલો છે ને સુગમ નથી. આપણી ચાલતી તકરારને માટે એટલું જ કહેવું બસ છે, કે એ ધર્મ સર્વથા સુખ વધારવાવાળો, સર્વગ્રાહી, ને તેથી પાલવાલાયક છે.

આ પ્રમાણે ધર્મ, વ્યવહાર અને કર્મના સિદ્ધાંત નક્કી કર્યા પછી જેમ બને તેમ ટૂંકા પણ સામાન્ય રીતે શિક્ષાપદ્ધતિના અમુક નિયમો બતાવવા જોઈએ. આટલા લખાણનું તાત્પર્ય કાઢીએ તો પ્રેમ અને બુદ્ધિ બેને સ્કૂર્તિ આપી પોતાની મેળે જ પરમજ્ઞાન ગૃહણ કરી શકે એવી સ્થિતિમાં માણસને લાવવું એ મુખ્ય સિદ્ધાંત ઠરે છે. એ વાત લક્ષમાં રાખી વિચાર કરતાં પ્રથમ જરૂરની વાત એ નીકળે છે કે અનુભવ એ જ શિક્ષણનો મોટો નિયમ છે. ને તે અનુભવ યોગ્ય રીતે પામી શકાય માટે અન્યોન્યના વિચાર ગૃહણ કરવાનું સાધન માણસ માણસને ઘણું જરૂરનું છે. આ પ્રમાણે ભાષાજ્ઞાનનો વિષય કેળવણીમાં પ્રથમથી જ આવે છે. આ જ્ઞાન આપવાની સાથે જ પ્રેમવૃત્તિ(good heart)ને સ્કૂર્તિ આપવી તથા ધીમે ધીમે યોગ્યતા પ્રમાણે બુદ્ધિને પણ જાગ્રત કરતા જવી એ બીજાં કામ છે. તેની જ સાથે તે તે વૃત્તિને અમુક રીતે આપેલું વલણ વ્યવહારમાં – અર્થાત્ – માણસનાં ચાલતાં કર્તવ્યમાં – અને અંતિમ ફલ પ્રતિ પણ – કેવા ઉપયોગવાળું છે એ નિરંતર લક્ષમાં રાખવાથી જ ઘણીખરી કેળવણીની પદ્ધતિનાં પરિણામ સારાં નીવડતાં નથી – ને ઘણું કરીને પોપટજ્ઞાન, કે આ ઠેકાણે ઉપયોગનું હોય તે મૂકી દઈને કાંઈક બીજું જ જ્ઞાન આપી દેવામાં આવે છે. જેમ જેમ ગૃહણ કરવાની શક્તિ વધતી જાય તેમ તેમ વ્યવહારજ્ઞાનમાં બતાવ્યું તેવું બુદ્ધિને ઉત્તેજક, અને નીતિને વધારનારું ધર્મયુક્ત પ્રેમપોષક જ્ઞાન પણ આપવું જોઈએ. કીયા વિષયનું ને કેવી રીતે જ્ઞાન આપવું એ વિષે અમે આગળ કહેલું જ છે. પણ તે કેટલી વયે, કેટલા કાળમાં ને કેટલું તથા કીયા ક્રમથી આપવું એ વિષય અત્રે દાખલ કરવાની જરૂર નથી.

સ્ત્રીને કેવલ પ્રેમસ્વભાવયુક્ત ઠરાવી તેને માટે યોગ્ય એવી કેળવણીના