આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નારી પ્રતિષ્ઠા
૩૩
 

તો તે કોઈ દિવસ ખસનાર નહિ. જો બીજો કોઈ નિશ્ચય પ્રાપ્ત થયો તો તે પણ જનાર નહિ. આવી રીતની આ અકલ ઇંદ્રિયને જેવું વલણ આપીએ તેવે માર્ગે જાય. સુશિક્ષા લઈ પ્રેમમાં પ્રવીણ થયેલા મન ઉપર પુનર્લગ્નનો ઉપદેશ જેમ પથ્થર ઉપર પાણી બરાબર છે તેમ પુનર્લગ્ન જ કરવાને અર્થાત્ વિષયસુખમાં જ – આસક્ત થયેલા માણસને પ્રેમનો બોધ નિરર્થ જ છે. પણ એમ થવાનું કારણ માત્ર મનનું વલણ જ છે. જો મનની વૃત્તિ પ્રથમથી જ સારી રાખી હોય તો પરિણામ સારાં જ થાય. કોઈ કહેશે કે સંસારમાં ફરી પરણે તેમાં શું પાપ આવી ગયું કે તેવી વૃત્તિ ન થવા દેવી ? માણસના જીવિતનું પરમ ફલ શું છે એ વાતનો વિચાર કરતી વખતે આ બાબતનો નિશ્ચય કરેલો છે જે ને તે નિશ્ચયથી જે વિચાર કે આચાર વિરુદ્ધ હોય તે પાપયુક્ત જ ગણીએ છીએ. એક પ્રેમમાં દૃઢ રહેવાથી આ નિશ્ચયને કેવું સહેલાઈથી પહોંચી શકાય છે એ પણ પ્રતિપાદન કરેલું છે. તો એ સહજસિદ્ધ જ છે કે પ્રથમથી જ પ્રેમવૃત્તિને દૃઢ કરી પુનર્લગ્નનો અવકાશ ન આવવા દેવો એ શ્રેયસ્કર, સુખકારક, અને કલ્યાણકારી છે. પણ આપણા સુધારાવાળાઓ તો પુનર્લગ્નના ઉપદેશ કરવામાં જ મચ્યા રહે છે; એટલે આ વાતની આશા પણ ક્યાંથી રખાય ? જો સારાસાર વિચાર કરે તો તેઓનો વાસ્તવિક ધર્મ તો પુનર્લગ્નની વિરુદ્ધ ઉપદેશ આપવાનો હોવો જોઈએ પણ તેમ ન કરવાનું કારણ તેઓ પોતે જ સારી રીતે સમજતા હશે.

સંસારમાં 'સ્થિરતા' એ એક મોટો ગુણ છે. અને ધીરજ, ગંભીરતા એ સર્વ આ ગુણનાં રૂપાંતર છે. અમુક પ્રકારની સ્થિરતામાં સુખમાત્રનો સમાવેશ થઈ શકે છે. જો સ્થિરતા ન હોય તો માણસ કેટલું દુઃખી થાય છે, કેવાં કેવાં કામ કરે છે એ સર્વ વૃત્તાન્તો આપણને ઇતિહાસ દ્વારા સુપ્રસિદ્ધ છે, જે લોક એક મૂકી બીજાને ને બીજાં મૂકી ત્રીજાને એમ ભમ્યાં કરે છે તે સામાન્ય રીતે જોતાં મૈત્રીમાં કે રાજકીય પક્ષમાં પણ સુખ પામતા નથી. દૃઢતા અથવા સ્થિરતાનો ગુણ જેમ બીજે બધે ઠેકાણે – તેમ ઘરસંસારમાં પણ પરિપૂર્ણ ઉપયોગનો જાણવો; તે એટલે સુધી કે તે વિના સુખ એ શબ્દની આશા રાખવી નહિ. હવે સ્ત્રીને વિષયસુખનું પ્રબલ થયું, કે કોઈ રીતે ઠીક ન પડવું કે પછી બીજો પતિ કરવા જાય તેમાં શો વાંધો ? અને જ્યારે પતિ મરી ગયા પછી બીજો કરે, ત્યારે જીવતાં પણ શા માટે બીજો ન કરે ? ઉભય પક્ષે અમે તો એમ જવાબ આપીએ કે જે સુખ કે સમાધાન પ્રાપ્ત કરવાની આશાથી તે સ્ત્રી ફરી પરણવા