આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


તકના દિવસો

(લાવણી)

જુઓ જુઓ ગુજરાતી લોકો ટણાંના દહાડા;
જુઓ તમારૂં ઐક્ય તેહમાં થાઓ ક્યમા આડા.
આડા થાઓ નથી સમજતા ઐક્ય લાભ મોટા.
દેશભક્તિમાં ઐક્ય રખતાં થાઓછો ખોટા.
કાળ રાજ્યને સ્થિતિ બદલાયાં ટક ટક શું જૂઓ?
બંધન કંટકથી રીબાઈ પુરુષ છતે રૂઓ!
ટાણાં ઉપર વિચાર કરશો ઐક્ય તમને ચ્હાશો;
મૂર્છિત થયલા માનસિંહને ઉડાડતા થાશો.
પ્રજા ઐક્યથી લાભ સર્વને એકેકને જાણો;
કહે નર્મદો નિત્ય નિત્ય શૂં ઐક્ય કરી નાણો.