આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. એસ. એ. આયર
૮૭
 


એમણે જોયુ હતું. હિંદની આઝાદી માટેની લડતના ઇતિહાસથી તે પરિચિત હતા.

અને તેમણે આઝાદ હિંદ સંઘમાં જોડાવાનો ને પોતાની તમામ સેવા આપવાને નિશ્ચય કર્યો. શ્રી. રાસબહારી ઘોષે તેમને યોગ્ય એવી કામગીરી આપી. આઝાદ હિંદ સંઘના રાજદ્વારી ખાતાના મંત્રી તરીકે તેમને નીમવામાં આવ્યા, બેંગકોકમાં તેમનું વડું મથક નિયત થયું, એક વર્ષ સુધી આખી ય ચળવળનું વડું મથક બેંગકોક રહ્યું. એ વર્ષ દરમિયાન આાઝાદ હિંદ સંઘ અને જાપાન સાથેનું સંધર્ષણ વધુ ને વધુ તીવ્ર બનતું જતું હતું. આઝાદ હિંદ ફોજની રચના અંગે, તેના સ્થાન અંગે જાપાનના સત્તાવાળાઓ દાદ દેતા ન હતા અને તે હિંદીઓને પોતાની રમતના પ્યાદાં તરીકે ઉપયોગમાં લેવા માગતા હતા. આ સામે રાજદ્વારી ખાતાએ – શ્રી. આયરે – વારંવાર વિરોધ ઉઠાવ્યો હતો એના પરિણામે જાપાનના સત્તાવાળાઓ! અને આઝાદ હિંદ સંઘ વચ્ચે ધર્ષણ થયું, કેપ્ટન મોહનસિંહે આઝાદ ફોજનું વિસર્જન કર્યું.

આ કટોકટીની ઘડીએ જ, નેતાજીને પૂર્વ એશિયાના હિંદીઓનું નેતૃત્વ સ્વીકારવા માટે આમંત્રણ આપ્યુ. નેતાજીના આગમન સાથે જ પરિસ્થિતિ પલ્ટાઈ. જાપાનનું વલણ કંઈક અંશે અનુકૂળ બન્યું હતું અને હિંદીઓમાં નવો ઉત્સાહ પ્રગટ્યો હતો.

૧૯૪૩ના જુલાઈ માસમાં શ્રી. આયરનું વડું મથક બેંગકોકથી ખસેડીને સીંગાપોર લઈ જવામાં આવ્યું. સીંગાપોરમાં નેતાજીએ આઝાદ હિંદ સરકારની સ્થાપના કરી અને જે પ્રધાનમંડળની રચના કરી, તેમાં શ્રી. આયરને સ્થાન મળ્યું. નેતાજીના ચુનંદા વિશ્વાસુ સાથીદારોમાં શ્રી. આયર પણ એક છે.

શ્રી. આયરને પ્રચારખાતું સુપ્રત થયું. આઝાદ સરકારનું રેડીઓ મથક, તેમણે સ્થાપ્યું. એ રેડિયો પરથી પ્રવચનો આપ્યાં,