આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. એસ. એ. આયર
૮૯
 

પણ જ્યારે હિંદી પ્રજાની આઝાદીની ક્ષુધા પ્રજ્વલિત રહી ત્યારે હિંદી પ્રજાને સંતોષવાની લોર્ડ લેવલને જરૂર જણાઈ, અને સીમલા ખાતે હિંદી આગેવાનોને મંત્રણાઓ માટે નોતર્યા હતા; હિંદમાં જ્યારે આ પરિસ્થિતિ હતી ત્યારે પૂર્વ એશીયામાં આઝાદ હિંદ સરકારની હકુમત વ્યવસ્થિત રીતે ચાલતી હતી. હિંદમાંથી પરદેશી હુકુમતને નાબુદ કરવાને, નેતાજીના નેતૃત્વ નીચે હિંદીઓ જંગ ખેલી રહ્યા હતા.

પ્રચાર ખાતાના વડા શ્રી આયરનું ધ્યાન ત્યારે સીમલા પરિષદની મંત્રણાઓ પર કેન્દ્રિત થયું હતું. આઝાદ હિંદ રેડીયો ઘર મંત્રણાઓથી સતત્ જાગ્રત રહેતું. ઝીણી ઝીણી બાતમી દ્વારા, શાહિવાદી રમતથી ‘નેતાજી' ને પરિચીત રાખવામાં આવ્યા હતા. નેતાજી વાયુ પ્રવચન દ્વારા હિંદીઓને આ શાહિવાદ જાળથી મૂક્ત રહેવાને સૂચના કરતા હતા.

લશ્કરી અદાલત સમક્ષ જુબાની આપતાં શ્રી. આયરે જણાવ્યું હતું કે, ‘આઝાદ હિંદ સરકારની સ્થાપનાથી, પૂર્વ એશીયાના હિંદીઓમાં તેમની માતૃભૂમિની આઝાદી માટે લડવાની તમન્ના જાગૃત થઈ હતી, એટલું જ નહિ પણ હિંદીઓને સલામતિની પણ ખાત્રી થઈ હતી. આઝાદ હિંદ સરકારને વફાદાર રહેવામાં હિંદીઓ પોતાની જાતને ધન્ય માનતા. હિંદીઓ, નેતાજીના વચને, લક્ષ્મીની જે સરિતા વહાવી છે એ કોઈને પણ આશ્ચર્યમુગ્ધ કરે તેમ છે. એક શ્રીમંત મુસ્લિમે આઝાદ હિંદ સરકારની બેંકને કરોડ રૂપીયા અર્પણ કર્યા હતા. લોકોએ માત્ર ધન જ આપ્યું નથી પણ સ્ત્રીઓ પોતાના દાગીનાઓ અંગ પરથી ઉતારી ઉતારીને નેતાજીને અર્પણ કર્યા હતા.’

શ્રી. આયરે પોતાની જુબાનીમાં, ૧૯૪૩ ના ઓગસ્ટ માસમાં જ્યારે બંગાળામાં ભૂખમરો ભયંકર રીતે વ્યાપી ગયો હતો અને