આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
નેતાજીના સાથીદારો
 

લાખો માણસો મૃત્યુના મુખમાં હોમાયા હતા ત્યારે આઝાદ હિંંદ રેડીયો દ્વારા એક વાયુ પ્રવચન કરીને પોતાના દેશબાંધવોને માટે, ચોખા પૂરા પાડવાની આઝાદ હિંદ સરકાર તરફથી બ્રિટિશ સરકારને જે ઓફર કરવામાં આવી હતી તેને લગતી રોમાંચક વિગતો રજુ કરી હતી. જોઈએ તેટલો જરૂરી ચોખાનો જથ્થો બંગાળને પૂરો પાડવાને, આઝાદ હિંદ સરકાર તૈયાર હતી, પણ બ્રિટીશ સરકાર એનો સ્વીકાર કરવાને તૈયાર ન હતી.

નેતાજીના આ વિશ્વાસુ અને બહાદુર સાથીદારે હિંદ અને હિંદીઓને પોતાના દિલમાં ઊંચુ સ્થાન આપીને, આઝાદ હિંદ- સરકારની ભક્તિભાવપૂર્વક વફાદારીથી સેવા બજાવી છે. હિંદનો આઝાદીનો ઇતીહાસ આવા વીરોના પરાક્રમોથી લખાઈ રહ્યો છે.