આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
નેતાજીના સાથીદારો
 

હિંદ ફોજના સૈનિકોને માટે ભૂખમરો, વસ્ત્રોની તંગી, યુદ્ધ સામગ્રીનો અભાવ અને ઘવાયેલા માટે તબીબી સારવારની મુશ્કેલી હતી. એનું એક પરિણામ એ આવ્યું કે કેટલાક સૈનિકો દુશ્મનને મળી ગયા. આ જાતની દગાખોરી સામે નેતાજીએ પહેલેથીજ તકેદારી રાખી હતી. કોઈ પણ ફોજને રણમોરચે મોકલતાં પહેલાં નેતાજી જાતે એની મુલાકાત લેતા. અને સૌથી પહેલી વાત એ કહેતા કે, આ જંગમાં તમને હું ભૂખ, વેદના અને મુશ્કેલીઓ આપવાનો છું. મારી પાસે મોટા પગાર આપવાની કોઈ સગવડ નથી. આ તો ફકીરોનું સૈન્ય છેઃ બદલામાં મળશે આપણા દેશની આઝાદી. આમ છતાં જેઓ હજી પણ આઝાદ હિંદ ફોજમાંથી અલગ થવા માંગતા હોય તેઓ થઈ શકે છે. જેમને મોરચા પર લડવાની ઇચ્છા ન હોય તેઓ એમ કરી શકે છે. પણ મોરચા પર ગયા પછી દિલ્હી યા મૃત્યુ એ સિવાય તમારે માટે બીજો કોઈ માર્ગ નથી. દુશ્મનના પ્રલોભન સામે ટકી રહીને આપણે દિલ્હી પહેાંચવાનું છે.’

આમ છતાં પણ આઝાદ ફોજના સૈનિકોનું મનોબળ તૂટતું હતું. દુશ્મનો આગળ વધતા હતા અને છેલ્લે આાઝાદ હિંદ સરકારનું વડું મથક પણ રંગુનથી ખસી ગયું હતું.

કર્નલ સહગલના સાથીદારોએ હવે પરિસ્થીતિ પર નવેસરથી વિચાર કરવાનો આગ્રહ કર્યો. હવે યુદ્ધ ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી એમ સમજાયું. પોતાની ચોમેર દુશ્મનો ઊભા છે એમણે હવે કાંતો નાગરિક પોષાકમાં છટકી જવું અથવા તો યુદ્ધ કેદી તરીકેની શરણાગતી સ્વીકારવી એ બે જ માર્ગ ખુલ્લા હતા. સાથીદારો અને સૈનિકોએ યુદ્ધ કેદી તરીકે શરણે જવાનો નિર્ણય કર્યો. કર્નલ સહગલે, એ નિર્ણય, એક વફાદાર સિપાહીની