આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. પ્રેમકુમાર સહગલ
૧૦૩
 

લાંબી વિચારણા બાદ, મને એક જ માર્ગ દેખાયો હતો. આ માર્ગ જાપાની સેના સાથે જ હિંદમાં ફૂચકદમ કરી શકે તેવા એક શિસ્તબદ્ધ શસ્ત્રધારી લશ્કરને ઉભો કરવાનો હતો. આ લશ્કર અત્યારના પરદેશી શાસનથી હિંદને મુક્ત કરે અને જાપાનિઝોની સંભાવિત પજવણીથી દેશને બચાવી શકે એમ હતું. આ સેના જ અંગ્રેજોના સ્થાને હિંદમાં જાપાનિઝોને પેસતા અટકાવી શકે એમ હતી.

આઝાદ ફોજમાં જાપાનના ખરાબ વર્તાવના કારણે કે સ્વાર્થી હેતુઓ માટે હું જોડાયો નહોતો. ’૪૨માં ફોજના કપ્તાન તરીકે મને તો માત્ર મહિને ૮૭ ડોલર મળતા હતા હું બહાર રહ્યો હોત તો મને મહિને ૧૨૦ ડોલર મળી શક્યા હોત. કેવળ દેશપ્રેમથી જ હું ફોજમાં જોડાયો હતો.

કપ્તાન સહગલે ત્યાર બાદ યુદ્ધકેદી તરીકેના આ બધા અધિકારોને લાયક હોવાનો દાવો કરતાં જણાવ્યુ. હતું કે,‘ ’૪૫ ના એપ્રિલની ૧૮ મીએ અમે શરણે થયા હતા. એ યાદીમાં અમે યુદ્ધકેદી તરીકે જ શરણે થવાને તૈયાર છીએ એમ અમે જણાવ્યું હતું.’

આ યાદીની શરતો સામે વાંધો ઉઠાવ્યા વિના અમારી શરણાગતીનો સ્વીકાર થયો હતો અને શરણાગતી બાદ યુદ્ધ કેદીઓ તરીકે જણાવવામાં આવ્યા હતા. અમારી આ શરત સ્વીકારાઈ ના હોત તો અમે લડાઈ ચાલુ રાખવાનો નિશ્ચય કર્યો હતો. અમે સૌ સૈનિકો હતા અને અમારામાંના દરેક લોહીનું છેલ્લું ટીપું આપવા તૈયાર હતા.

ખૂનમાં સહાય કરવાના આરોપ સબંધમાં કપ્તાન સહગલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સિપાઇઓ દોષિત સાબિત થયા હતા અને તેઓને મેાતની સજા ફરમાવાઈ હતી;