આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
નેતાજીના સાથીદારો
 


પરંતુ આવા પ્રકારના મુકદ્દમામાંથી પસાર થયેલા બીજા ગુનેગારોની માફક તેઓની પાસે દિલગીરી જાહેર કરાઈ હતી. શિસ્તભંગ ફરીથી નહિં કરાય એવી ખાતરી આપતાં તેઓ સામે સજાનો અમલ થતા અટકી ગયો હતો.

આ સજાનો અમલ કરાયો હોત, તોય મારી સામેનો આરોપ ટકી શકે નહિ. ચાર ગુનેગારો સ્વેચ્છાએ ફોજમાં જોડાયા હતા અને તેની શિસ્તને તાબે થયા હતા. પ્રવૃત્તિ દરમિયાન તેઓએ શરમજનક રીતે ફરજના ત્યાગ કર્યો હતો. આથી વિશ્વના લશ્કરી કાયદા અનુસાર તેઓ મોતની સજાને પાત્ર થયા હતા.

આઝાદ હિંદ ફોજ, હિંદને મુક્ત કરવાના પોતાના ધ્યેયમાં નિષ્ફળ ગઈ હતી, તેમ છતાં, અમારામાંના દરેકને સંતોષ હતો કે આ ફોજે મલાયા, બ્રહ્મદેશ અને અગ્નિ એશિયાના બધા આક્રમણકારો સામે, હિંદીઓના જાનમાલ, મિલ્કત અને આબરૂની રક્ષા કરી છે. આ ખટલો શરૂ થયા બાદ, રંગુનનો હિંદી ખ્રિસ્તી સંસ્થા, તેમજ બ્રહ્મદેશના હિંદીઓના સંઘ વગેરેના તારો આ બાબતના પુરાવા આપે છે.

ખૂબસુરત વદનવાળો ઉંચો પાતળો, ખુશમિજાજ પ્રેમકુંવર સહગલ સૈનિક છે છતાં એનામાં કવિત્વની કોમળતા ભરી છે. આઝાદ ફોજ માટે જ્યારે સૈનિકોની ભરતીનું કાર્ય પૂર જોશમાં ચાલતું હતું અને નેતાજીનાં પ્રવચનો જ્યારે સૂતેલી પ્રજાના પ્રાણને જાગ્રત કરતા હતા ત્યારે કવિ સહગલનાં ગીતો એ જાગ્રતિને પાનો ચડાવતા હતા.

આ યુવાન પર, કદાચ એને ખબર પણ નહિ હોય, પણ પંજાબની એક યુવતિ આશક થઈ પડી. સહગલને માટે, મોરચા