આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
નેતાજીના સાથીદારો
 


યુદ્ધનું પલ્લું બીજીતરફ ઢળતું હતું, વિજેતાઓ પરાજીત થઈ રહ્યા હતા, અને જાપાનની તાકાતને સખ્ત ફટકો પડ્યો હતો. આઝાદ હિંદ ફોજની મોરચા પર પહોંચેલી અને બ્રિટિશ તાકાતને પડકાર આપીને, અપૂર્વ યુદ્ધ કૌશલ્ય બતાવતી સેનાને શસ્ત્રોની, અનાજની અને દવાદારૂની તંગી જણાતી હતી ત્યારે જાપાનના વલણ અંગે સહગલે તા. ૨૦મી ઓગસ્ટના રોજ લખેલો યાદગાર પત્ર નીચે મુજબ છે.

પ્રિય જામન,

કર્નલ શાહનવાઝના રિપોર્ટ સાથેનો તારો હેવાલ મળ્યો. આ સબંધમાં મેં તરત જ નેતાજીને હેવાલ મોકલી આપ્યો છે. ગઈ સાંજે લેફ. જનરલ ઇશોડા સાથે નેતાજીએ તારા હેવાલમાં જણાવેલા પ્રશ્ન અંગે ચર્ચા કરી હતી. હું પણ તે વખતે હાજર હતો. જો કે ચર્ચા દરમ્યાન લેફ. જનરલ ઇશોડાએ એ અંગે તાર કરવા જણાવ્યું હતું પણ તે કાંઈ કરી શકે તેમ નથી.

જ્યારથી જાપાનીઓએ રક્ષણાત્મક પગલું ભરવાનો નિશ્ચય કર્યો ત્યારથી તેમના વલણમાં ફેરફાર થયેલો હું જોઉં છું. એ વિષે કદાચ મારા કરતાં તું વધુ સ્પષ્ટતાથી કહી શકશે. ગમે તેમ પણ એક વસ્તુ ચોક્કસ છે કે, રંગુનમાંના જાપાની સત્તાવાળાઓ પાસેથી આપણે કશી આશા રાખવી એ વ્યર્થ છે. તારે તારા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે હામચીબુટાઈ સાથેજ ફોડી લેવાનું રહેશે. મોરચા પરની જાપાની સ્ટીમ લંચને છુટી કરવાને આપણી સ્ટીમ લંચ મોકલવાની અમે ઓફર પણ કરી હતી. પણ તેનો ઈન્કાર કરવામાં આવ્યો.

આપણે છ લોરીઓ [મોરચા પરના સૈનિકો માટેનો પૂરવઠો પહોંચાડવા]ની વ્યવસ્થા કરી. માપણા કારખાનામાંજ