આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી.પ્રેમકુમાર સહગલ
૧૦૯
 

જંગોમાંના મોટામાં મોટો જંગ હતો. જે વીરતાથી એ ટુકડી લડી હતી તેની જાપાની ટુકડી પર ભારે અસર થવા પામી હતી અને નેતાજી સુભાષચંદ્ર બોઝ પર એ અભિપ્રાય મોકલી આપવાની તેણે પાતાની ફોજના વડાને વિનંતિ કરી હતી.

આમ છતાં જે નિરાશા, આપણી ફોજમાં છવાઈ છે તેનું મુખ્ય કારણ તે નીચે મુજબ છે.

(૧) ટર્કી ધરી રાજ્યો વિરુદ્ધ જોડાયું તેની કેટલાક મુસ્લિમ સભ્યો પર ઘણી ખરાબ અસર થવા પામી છે. ટર્કીને યુદ્ધમાં જોડાવા માટે કેમ ફરજ પડી તેનો સ્પષ્ટ ખ્યાલ આપવાના આપણા પ્રયાસો છતાં પણ મુસ્લિમ ઓફિસરો એમ માને છે કે ટર્કી જે સત્તા સાથે જોડાયું છે તેની સામે લડવું એ ઇસ્લામનો દ્રોહ કરવા સમાન છે.

(૨) આપણા અમલદારો અને સૈનિકોમાં અંતિમ વિજય પરત્વે અવિશ્વાસ આવતો જાય છે. તેઓ એમ માની જ બેઠા છે કે એંગ્લો–અમેરીકનનો વિજય થવાનો છે એટલે હવે લડત ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી.

(૩) ખાસ કરીને આ મોરચા પરના સૈનિકો અને અમલદારોમાં એવી માન્યતા દ્રઢ થતી જાય છે કે, જે દુશ્મન પાસે લશ્કરી બળ, શસ્ત્ર બળ આપણા કરતાં અનેક ગણું વધારે છે અને જેને ખાપણામાંથી નાસી છુટેલા અમીચંદોનો સાથ છે, તેમની સામે હવે લડત ચાલુ રાખવાનો કોઈ અથ નથી. સામાન્ય દિવસોમાં આમાંના મોટા ભાગના અમલદારો આવી દગાખોરી કરવાને પ્રેરાત નહિં પણ જ્યારે તેમણે પોતાના કરતાં અનેકગણી તાકાત સામે જોઈ ત્યારે લડત ચાલુ