આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
નેતાજીના સાથીદારો
 

રાખવાની તેમની નૈતિક હિંમત તૂટી ગઈ અને દુશ્મનને મળી જઈને પોતાની જાતને બચાવી લેવાનો માર્ગ અખત્યાર કર્યો.

આ હેવાલ પૂરો કરતાં પહેલાં જે સૈનિકો અને અમલદારોએ મક્કમતાથી, વીરતાથી પોતાની ફરજ અદા કરી અને હિંંમત પૂર્વક લડતા રહ્યા એમને અભિનંદન આપવાની મારી ફરજ સમજું છુંં.

સંખ્યાબળમાં અલ્પ, ભૂખથી શક્તિ ગુમાવી બેઠેલા, શારિરીક ઇજા અને માનસિક ચિંંતાઓથી ભરેલા આપણા બહાદુર સૈનિકો પોતાના મથકે જ્યાં સુધી જાપાની સૈનિકો આવ્યા ત્યાં સુધી ઊભા રહ્યા અને વિંધાઈ ગયા. કેટલાય એવા બનાવો છે કે એ મેરીટના અધિકારી છે અને તપાસ પૂરી થતાં જ તે અંગેનો હેવાલ રજૂ થશે.

(સહી) પી. કે. સહગલ
લેફ. કર્નલ.
 

આ હેવાલ પૂરો થયા પછી બીજી એક અગત્યની બાબત પ્રકાશમાં આવી છે.

જ્યારે મોટી સંખ્યાના અમલદારો દુશ્મનને મળી જતા હતા ત્યારે તેઓ પોતાના તાબાના સૈનિકોને પોતાની સાથે આવવાનો હુકમ કરતા, અથવા તો તેમને થાણું છોડી જવાની સૂચના કરતા. આ સંબંધમાં તપાસ થઇ રહી છે અને એવી વ્યક્તિઓનાં નામો મેળવવાનો પ્રયાસ થI રહ્યો છે કે જેઓ પોતાની સ્વેચ્છાથી દુશ્મનને મળી ગયા છે અને જેઓને જુઠાં વચનો આપીને લI જવામાં આવ્યા છે.

(સહી) પી. કે. સહગલ
લેફ. કર્નલ.