આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુરબક્ષસીંગ ધીલોન
૧૧૩
 

બલવંતસીંગ ધીલોન પણ લશ્કરમાં છે. આમ એમનું કુટુંબ લશ્કરને પોતાની સેવા આપી રહ્યું છે.

ગુરુબક્ષ ધીલોનનો જન્મ ૧૯૧૪ના માર્ચ માસમાં લાહોર જિલ્લાના આલ્ગોન નામના ગામમાં થયો હતો. તેમના પિતા દેવલાલી ખાતે વડા વેટરનરી સર્જન હોઇને, દેવલાલીની ટેકરીઓ પરથી, લશ્કરી ટુકડીઓની હિલચાલ તેમને આકર્ષી રહી હતી. ઘોડેસ્વાર ટુકડીઓ જોવામાં તેઓ ખૂબ તલ્લીન બની જતા. ત્યાં જ તેમનું શિક્ષણ શરૂ થયું. પિતાએ ખાનગી શિક્ષક રોકીને તેમને પ્રાથમિક જ્ઞાન આપવા માંડ્યું. પ્રાથમિક શિક્ષણ પૂરુંં થતાં છાંગામાગા ખાતેની શાળામાં દાખલ થયા આધ્યાત્મિક શિક્ષણ પટોકીની શાળામાં લીધું અને સીમલા નજદિકના ભગત સ્ટેટની વિક્ટોરિયા દલિપ હાઈસ્કૂલમાં વધુ અભ્યાસ માટે જોડાયા.

શાળાના જીવનકાળમાં જ, દેશભરમાં શરૂ થયેલી અસહકારની હિલચાલ પ્રત્યે તેઓ આકર્ષાયા. તેમણે ખાદી પહેરવાનું શરૂ કર્યું, રાષ્ટ્રપ્રેમના ઉછળતા ધોધમાંથી હાથ લાગેલાં મોતી તેમણે કાવ્યમાળામાં ગૂંથી ગૂંથીને અર્પણ કરવા માંડ્યા; પણ તે રાષ્ટ્રની આઝાદી માટેના જોસીલા પ્રવાહમાં તણાય તે પહેલાં તેમના પિતા રૂકાવટ થઇને ઊભા રહ્યા. વફાદારીની અનન્ય ભાવના અને લશ્કરી નોકરીની શિસ્તે તેમના પિતાને, મહાસભા પ્રત્યેના વિરોધી બનાવ્યા હતા. મહાસભાની પ્રવૃત્તિ પ્રત્યે તેમને નફરત હતી. બ્રિટિશરો પ્રત્યેની તેમની વફાદારી તેમને કહી રહી હતી કે, ‘તારા પુત્રને રોક, તારો પુત્ર રાષ્ટ્રભક્તિના પ્રવાહમાં તણાઇ ન જાય એ તું જોતો રહે’ અને પિતાએ તેને રોક્યો. પ્રવાહ જોશભર્યો હતો અને ગુરબક્ષસીંગ તેમાં તણાય એ પહેલાં તે બહાર નીકળી આવ્યા. આમ છતાં