આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪
નેતાજીના સાથીદારો
 

એમના દિલમાં મહાસભા પ્રત્યેની ભક્તિના જે અંકુરો ફૂટ્યા હતા તે કાયમ રહ્યા.

પંજાબ આર્યસમાજની પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર છે અને ગુરુબક્ષસીંગ પણ આર્યસમાજ પ્રત્યે આકર્ષાયા. આજે પણ તેઓ આર્યસમાજના પ્રશંસક છે.

અભ્યાસ દરમિયાન તેમને તબીબી થવું હતું આજાર માનવીઓની સેવા કરવાના તેમને કોડ હતા, પણ પિતાએ તે સામે વિરોધ ઉઠાવ્યો. જે કુટુંબના તમામ સભ્યો જાતિનો વીરત્વનો વારસો લઈને લશ્કરમાં જોડાયા હોય એ કુટુંબનો ગુરુબક્ષ ડોક્ટર બને, એ કોને ગમે ? અને સદાને માટે ડોક્ટર બનવાનાં સ્વપ્નાં નાબૂદ થયાં.

રાવલપીંડીની ગોર્ડન મીશન કૉલેજમાં અભ્યાસ કરતા હતા તે દરમિયાન તેમને ક્રિશ્ચિયન ધર્મ વિષે અભ્યાસ કરવાની તક મળી. તેમ જ એક વિદ્વાન મુસ્લિમ જજનો પુત્ર જે ગુરુબક્ષસીંગનો મિત્ર હતા તેની દ્વારા ઈસ્લામ વિષેનો પ અભ્યાસ કર્યો. તેઓ ધર્માંધતાથી પર છે.

પિતાએ તબીબી બનવાની ના પાડી દીધી એ સંજોગોમાં ગુરુબક્ષસીંગ પોતાના કુટુંબને માથે બોજા રૂપ થવા ઇચ્છતા ન હતા, એથી તેમણે લશ્કરમાં જોડાવા માટે પરવાનગી આપવાની પિતા પાસે માગણી કરી અને તા. ર૯મી મે ૧૯૩૩ના રોજ તે લશ્કરમાં ભરતી થયા. ભરતી થવાનું મુશ્કેલ હોવા છતાં તેમણે સારા માર્ક્સ સાથે કોર્સ પસાર કર્યો. તા. ૨૪ ફેબ્રુ. ૧૯૩૪ના રોજ ફીરોઝપુર ખાતેની તાલીમ પુરી કરી અને લાહોર ખાતે પંજાબ રેજીમેન્ટની બેટાલિયનમાં તેમને મૂકવામાં આવ્યા, પણ ત્યાંય તેમને આગળ આવવાની તક તો ઓછી જ મળી ! ઈરાદાપૂર્વક તેમની પ્રગતિના માર્ગમાં અંતરાયો ઊભા કરવામાં આવ્યા. તેમના