આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુરુબક્ષસીંગ ધીલોન
૧૧૫
 

સુબેદાર પણ શીખ હતો. છતાં ગુરુબક્ષસીંગ ભણેલા અને જુદા જીલ્લાના હોવાથી તેઓ પ્રત્યે સદાય દ્વેષતાભર્યું વર્તન રાખવામાં આવતું હતું. આમ છતાં પણ એક મુસ્લિમ જમાદારની સહાનુભૂતિથી ત્રણ મહિનાની વધુ તાલીમ માટે તેમને પસંદ કરવામાં આવ્યા. સદ્ભાગ્યે તેઓ આ તાલીમમાં પ્રથમ નંબરે આવ્યા અને કામચલાઉ લાન્સ નાયકની પદવીએ પહોંચ્યા. અલબત્ત, આ પદવી કામચલાઉ અને બીન વેતનની હતી.

પ્રગતિ અને વિકાસ માટે ફાંફાં મારતા ગુરુબક્ષસીગનું ધ્યાન મશિનગન વિભાગ તરક ગયું. પણ એની સામે બધાનો વિરોધ હતો. એવી જોખમભરી કામગીરી સામે સહુ કોઇને વાંધો હતો. એ દિવસો દરમિયાન ગુરુબક્ષસીંગનાં પત્ની બસન્ત તેમની સાથે રહેતી. એક દિવસ ગુરુબક્ષસીંગે પત્નીને કહ્યું: ‘હવે હું તો આ નોકરીથી કંટાળ્યો છું. હું તે રાજીનામું આપવા માગું છું.’ પત્નીને પતિનો આ વિચાર ગમ્યો નહિ. એ પણ શીખ બાળા હતી. એના દેહમાં પણ ગરમ લોહી વહેતું હતું. એણે પતિને કહ્યું: ‘પિતાની આ બાબતમાં સલાહ લેવી જરૂરી છે.’

અને બન્યું પણ એમ જ; પતિપત્ની જ્યારે આ પ્રશ્નપર ગંભીરતાથી ચર્ચા ચલાવી રહ્યાં હતાં, ત્યાં એકાએક ગુરુબક્ષસીંગના પિતા આવી ચડ્યા.

ગુરુબક્ષસીંગે પત્નિને કહ્યું કે, ‘પિતાજી સમક્ષ આ વાત મૂકવાની કોઈ જરૂર નથી.’

પણ પતિની ગેરહાજરીનો લાભ લઇને પત્નીએ તમામ હકીકતથી સસરાને વાકેફ કર્યાં.

‘ગુરુબક્ષસીંગ ! તારા જેવા કાયર પુત્ર માટે મને શરમ ઉપજે છે.’ ઘરમાં પગ મૂકતાં જ પિતાએ પુત્રને આ શબ્દોથી નવાજ્યો. ગુરુબક્ષસીંગ પરિસ્થિતિ સમજી ગયા. પત્નીએ પોતાની