આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
નેતાજીના સાથીદારો
 

ગેરહાજરીમાં પિતાને બધું જ કહી દીધું છે એ સમજી જતાં એમને વાર લાગી નહિ.

‘હું તારી પલ્ટણના કમાન્ડરને તારી બદલી કરવાની ભલામણ કરીશ. તું જરાપણ ગભરાતો નહિ. પિતાએ પુત્રને હિંમત આપવાનો પ્રયાસ કર્યો.

શરમના ભારથી જેની ગરદન લચી રહી છે, એવા પુત્રે હવે હિંમત એકઠી કરી હતી. તેણે જવાબ દીધો ‘પિતાજી એમ ન કરશો.’

પુત્રનું ગૌરવ માગતું હતું કે તેના પિતા કમાન્ડર પાસે એવી કોઈ કાકલુદી કરવાને ન જાય.

‘જો તને આટલું બધું ગુમાન છે તો પછી રડે છે શા માટે ?’ પિતા, પુત્રના દિલનો મર્મ સમજી ગયા હતા અને એ મર્મને પકડીને તેના પર ઘા માર્યો.

‘હું તોપચીનું કામ ચાલુ રાખીશ પણ કદાચ જો એ ફરજ બજાવતાં મારું મૃત્યુ થાય તો તમે હતાશ થશો નહિ.’ આંખમાં આંસુ લાવીને પુત્રે પિતા માસે માંગણી કરી.

‘કદિ નહિ !’ પિતાએ હિંમતભર્યો જવાબ આપ્યો. મેં પણ ઘોડાઓ અને ખચ્ચારો વચ્ચે જીવનના દિવસો વ્યતિત કર્યા જ છે. તું જ્યારે તેમને ખોરાક આપવા જાય, ત્યારે તેમની સાથે માયા કર અને તે પણ તારી સાથે માયાળુ બની જશે.’

એ જ સાંજે પુત્રને સલાહ આપીને, પિતા ચાલ્યા ગયા અને એ સલાહે પુત્રના માર્ગમાં રહેલી મુશ્કેલીઓ દૂર થઈ. ગુરુબક્ષસીંગને હવે પ્રાણીઓ પ્રત્યે કુમળી લાગણીઓ જન્મવા લાગી. ખચ્ચરો વિશેનો ભય દૂર થયો.

લશ્કરી જીવનમાં પત્ની સાથે રહેતા ગુરુબક્ષસીંગ પોતાની પત્ની બસંતને, પોતાની રાઇફલ; પોતાનો સરંજામ ચકચકાટ