આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુરુબક્ષસીંગ ધીલોન
૧૧૭
 

રાખવા પાછળ ઉઠાવેલા પરિશ્રમને પરિણામે પોતાને કમાન્ડર તરફથી મળતી શાબાસીનો ઉલ્લેખ કરીને જણાવે છે કે, ‘અમે અમારા ટૂંકા પગારમાં દિવસો વ્યતીત કરતા હતા. તે હંમેશા મને પ્રેરણા દેતી હોય એમ વિનવતી હતી. નવરાશનો વખત તમે જો વાંચવા લખવામાં ગાળો તો કોઈક દિવસ તમે દહેરાદુનની ઈન્ડિયન મેડિકલ એકેડેમીમાં સહેલાઈથી જોડાઈ શકો. અમે પાંચથી છ મહિના સાથે રહ્યા. એ દિવસે, અમે જે દરમાસયો મળતો તે રકમમાં જ વ્યતીત કરતા હતા. બસંત પોતાની સાથે થોડાંક નાણાં લાવેલી અને ઘર ખરચને પહોંચી વળવા માટે એ રકમ પણ અમે વાપરતાં. એમાંથી માત્ર આઠ આના જ બાકી રહ્યા. અને એ આઠ આના તો રાખી મૂકવાનો જ અમે આગ્રહ રાખ્યો હતો, પણ એક દિવસ તો અમારા ઘરમાં આટો જ ન હતો અને પિતા અમારા મહેમાન બન્યા હતા. એ આઠ આના અમે સાચવી મુક્યા છે એ વાત જ અમે ભૂલી ગયા હતા અને જો પિતા અમારી આ મુશ્કેલી જાણી જાય તો અમારા માટે કેટલું શરમિંદુ ગણાય ? એની અમને ચિંતા હતી. રેજીમેન્ટને અનાજ પૂરું પાડતા વાણિયાને ત્યાં ગયે પણ ત્યાં આટો નહતો. ઉછીના પૈસા લેવાનું તો મને ગમતું જ નહતું. મારી મુશ્કેલીનો પાર નહતો, પણ અચાનક જ મને પેલા આઠ આના ચાદ આવ્યા અને હું મારી ઓરડી પર દોડી ગયો. બસંતને મેં પેલા આઠ આનાની યાદ આપી અને તેણે હસીને પૈસા આપ્યા અને પિતાજી સમક્ષ અમારું જીવન ઉઘાડું પડી જવાનો જે ભય હતો તે દૂર થયો અને પિતાજી જ્યારે વિદાય થયા, ત્યારે તો તેમણે અમને થોડા પૈસા આપ્યા હતા.

રેશન અને શાકભાજીમાં જ મારો પગાર ખર્ચાઈ જતો હતો અને અમારે તો, જાણે અમે શ્રીમંત છીએ એવો જ ડોળ