આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
નેતાજીના સાથીદારો
 

કરીને જીવવાનું હતું. ગરીબ સિપાહી એના કુટુંબનું ભરણપોષણ કેમ કરતો હશે તેનો મને ત્યારે જ ખ્યાલ આવ્યો. ઈશ્વરનો ઉપકાર કે સદ્ભાગ્યે અમને કોઈ બાળક નહતું અને વસ્ત્રો તો અમારે માટે કદિ લીધાં નથી જ.’

ઈન્ડિયન મિલિટરી એકેડેમી માટે ત્રીસ ઉમેવારામાંથી ૧૩ને જ પસંદ કરવાના હતા અને તેમાં સદ્ભાગ્યે ગુરુબક્ષસીંગની પસંદગી થઈ. ગુરુબક્ષસીંગ અભ્યાસકાળ દરમિયાન પણ કવિતાઓ રચતા હતા, ધીમે ધીમે એ શોખ વધતો ગયો. ‘ઈન્ડિયન મિલિટરી એકેડેમી’માં જોડાયા પછી પણ તેઓ હિંદુસ્તાનીમાં કાવ્યો લખતા હતા.

૧૯૩૮માં તેઓ ઈન્ડિયન મિલિટરી એકેડેમીમાં જોડાયા અને બે વર્ષમાં જ એનો અભ્યાસ પૂરો કર્યો. ૧૯૪૦માં તેઓ સફળતા પામ્યા અને પંજાબ રેજીમેન્ટમાં તેમને મૂકવામાં આવ્યા. સિપાહી તરીકે તેઓ ત્યાં રહ્યા. ૧૯૪૧ના ઓક્ટોબર માસમાં તેમની બેટાલીયન સીકંદરાબાદ ગઈ અને ત્યાંથી એ બેટાલીયનને દરિયાપાર જવાનું ફરમાન થયું.

સીકંદરાબાદના અનુભવ વિશે તે કહે છે કે ‘સીકંદરાબાદમાં મારી સાથે મારી પત્ની બસંત પણ રહેતી હતી. તે દરમિયાન તમામ ઓફિસરો મારા પ્રત્યે માનપૂર્વક વર્તતા હતા. સામાન્ય રીતે સીરસ્તો જ એવો હતો, પણ કર્નલ અને કમાન્ડરનું વર્તન ખૂંચતું હતું. મને પહેલી જ વાર ત્યારે સમજાયું કે હિંદી ગમે તેવા હોદ્દા પર હોય તો પણ એ માત્ર હિંદી છે તે જ કારણે તેને યોગ્ય માન આપવામાં આવતું નથી. હું જ્યારે લાહોરમાં હતો ત્યારે મને ઓફિસરો માટેની સ્વીમિંંગ ક્લબમાં દાખલ કરવામાં આવ્યો ન હતો. મારું એ ખૂલ્લું અપમાન હતું. જ્યારે મેં મારા સાથીદાર હિંદી ઓફિસરો