આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુરુબક્ષસીંગ ધીલોન
૧૧૯
 

સમક્ષ મારી મનોવેદના વ્યક્ત કરી ત્યારે મને આશ્ચર્ય થયું કે તેમને પણ એવા ઘણા અનુભવો થયેલા છે.

તા. ૩જી માર્ચ ૧૯૪૧ ના રોજ તેમને અજાણ્યા સ્થળે મોકલી આપવા માટે મુંબાઈ રવાના કરવામાં આવ્યા. એ પછી પણ જ્યારે બેટાલીયન દૂર પૂર્વના દેશોમાં રવાના થઈ રહી છે ત્યારે પણ હિંદી ઓફિસરો પ્રત્યેના અંગ્રેજ અમલદારોના તુમાખીભર્યા વર્તનના કડવા ઘૂંટડા તો તેમને ભરવા જ પડ્યા.

તા. ૧૭ મી માર્ચે ગુરુબક્ષસીંગ તેમ જ બેટાલીઅન સાથે પીનાંગ પહેાંચ્યા. અને ત્યાંથી કૂચ કરીને ઇપોહ ગયા. તમામ ઓફિસરો ઇપોહની મોટી હોટલમાં રહેતા હતા. એપ્રિલમાં ગુરુબક્ષસીંગ બિમાર પડ્યા પણ તેમની નજદિકમાં જ રહેતા ઓફિસરોએ તેમની દરકાર પણ કરી નહિ.

હિંદી ક્લબમાં જોડઈ શકતા નહિ અને એવા એવા તો કેટલાયે અપમાનો હિંદી સૈનિકોને નસીબે લખાયેલાં હતાં.

દિલમાં વેદનાના કાંટા વાગતા હતા. અને યુરોપીય યુદ્ધનો દાવાનળ એશિયાની સરહદોને સ્પર્શી ચૂક્યો હતો. પોતાના સાથી અફસરો સમક્ષ ધીલોને પોતાની હ્રદયવેદના રજૂ કરી તેઓ સ્વમાનને ખાતર રાજીનામું આપવા તૈયાર થયા હતા. પણ સાથીઓએ તેમને એ પગલું ભરતાં અટકાવ્યા. સ્વમાનનો ઘા જોવાને ત્યારે કોઈને નવરાશ નહતી. એવી ધીલોનને પણ પ્રતિતી થઈ અને મૂંગા મૂંગા તેમણે પોતાની ફરજ અદા કરવાનું ચાલું રાખ્યું. ઇપોહથી સૂંગી ગયા ત્યાં પણ એવો જ અનુભવ સામો મળ્યો. ધીલોન અને બીજા હિંદી અફસરો, વ્યવસ્થિત રીતે અફસરો હોવા છતાં તેમને કમાન્ડિંગ તરીકેનો ચાર્જ આપવાનો ઇન્કાર થયો. મેજર કીઆની એકાએક બિમાર પડતાં આ મુશ્કેલ