આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦
નેતાજીના સાથીદારો
 

પરિસ્થિતિનો સતત મુકાબલો કરીને પોતાનો માર્ગ કરી રહેલા ધીલોનને તેમના સ્થાને નીમવામાં આવ્યા. એમની શક્તિ છુપી રહી નહિ અને હિંદમાં સીગ્નલ કોર્સના અભ્યાસ માટે તેમને મોકલવાનું નક્કી કરવામાં આવ્યું. ૩ જુલાઈ ૧૯૪૧ના રોજ તેઓ મદ્રાસ પહોંચ્યા અને ત્યાંથી ફીરોઝપુર જવાને રવાના થયા.

આ પ્રવાસ દરમિયાન તેમને ક્ષુધાર્ત હિંદના દર્શન થયા. હાડ ચામનાં માળખાંઓ બની ગયેલા ખેડૂતોનાં દર્શન થયાં અને પોતાના દેશ ને દેશવાસી વિષે વિચાર કરવાની પહેલીજ તક પ્રાપ્ત થઈ. લશ્કરીઓ પાસે ભીખ માગતા, નગ્નાવસ્થામાં ભીખ માટે દોડતાં કુમળાં બાળકોનાં દ્રશ્યો તેમના માનસ સાથે એવી સજ્જડ રીતે અંકીત થઈ ગયાં કે જ્યારે નેતાજીએ હિંદની દરીદ્રતાનો શોષાયેલા પરાધીન હિંદનો જુસ્સાદાર શબ્દો દ્વારા ખ્યાલ આપ્યો ત્યારે એ ચિત્ર સ્વચ્છ બનીને નજર સમક્ષ ઊભું રહ્યું. એ દ્રષ્યોએ તેમનું દિલ હલબલી ઊઠ્યું અને ઘડીક તો જે રાજતન્ત્રે પેાતાના દેશબાંધવોની આવી બેહાલી સર્જી છે, તેની નોકરી ફગાવી દેવાનો વિચાર ઉદભવ્યો. પણ એ વિચારબિન્દુ સહજમાં દબાઈ ગયું. સીગ્નલકોર્સનો અભ્યાસ પુનામાં પૂરો કરીને ૩૦ મી નવેમ્બર ૧૯૪૧ ના રોજ પુનઃ સીંગાપોર પહોંચી ગયા અને જત્રાખાતેની પોતાની ટુકડી સાથે જોડાઈ ગયા.

યુદ્ધનો દાવાનળ એશિયાની ભૂમિ પર આવી પહોંચ્યો હતો અને તા૦ ૮ મી ડીસેમ્બર ૧૯૪૧ના રોજ એશિયામાં યુદ્ધ ફાટી નીકળ્યું. જાપાનની ફોજો આગળ ધપતી હતી. પંજાબ બેટેલીયન સામે સંગ્રામ જામ્યા પછી ચીગહામ ખાતેનો જંગ જામ્યો અને ધીલોનની ફોજ છૂટી પડી ગઈ. ધીલોન પોતાના સાથીદારોથી તદ્દન વિખુટા પડી ગયા, મહામહેનતે ચાલીસેક માણસોને એકત્ર