આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુરુબક્ષસીંગ ધીલોન
૧૨૧
 

કર્યો અને ચીલોરસ્ટાર ખાતેની પોતાની ફોજ સાથે જોડાઈ જવાનો પ્રયાસ કર્યાં. એ પ્રયાસમાં કૅપ્ટન હબીબુ રહેમાન પણ જોડાયા. તેમણે પણ ચાલીશેક માણસોને એકત્ર કર્યાં પણ ચીલોરસ્ટાર અને જીત્રાનું તો પતન થઈ ગયું હતું. એટલે તેઓ બન્ને નાની બોટમાં બેસીને પીનાંગ જવા ઉપડ્યા, પણ ત્યાં સમાચાર મળ્યા કે પીનાંગ તો ખાલી થઇ રહ્યું છે.

દરમિયાન ધીલોનને નીબાંગ ખાતેના પૂલનું રક્ષણ કરવાની ફરજ સુપ્રત થઇ અને છેલ્લી ઘડી સુધી તેનું રક્ષણ કરવાનો પ્રયાસ કર્યો; પણ જ્યાં સામ્રાજ્યની તાકાતનાં વળતાં પાણી થયાં હતાં, ત્યાં ધીલોનનો પુરુષાર્થ શા ખપનો ? એ પહેલાં તો સીંગાપેાર પડ્યું હતું અને હિંદી ફોજોને, જાપાનના હવાલે કરવાને ફેરાર પાર્કમાં ૧૭ મી ફેબ્રુઆરી ૧૯૪૨ ના રોજ જમા કરવામાં આવી હતી. ધીલોન એ વખતે જ પોતાની ફોજ સાથે જોડાઈ ગયા.

શરણાગતિ પછી લશ્કરી શિસ્ત અને નૈતિક બળ એટલી હદે તૂટી પડ્યું હતું કે સૈનિકો પોતાના અફસરો પર હુમલાઓ કરી રહ્યા હતા.

[ ૨ ]

કેપ્ટન મોહનસિંહ પ્રત્યે ધીલોન બહુ માનની દૃષ્ટિએ જોતા હતા. મોહનસિંહની શક્તિમાં તેમને વિશ્વાસ હતો. મોહનસિંંહ આઝાદ હિંદ ફોજની રચના કરતા હતા તે અંગે ધીલોને કલાકો સુધી તેમની સાથે ચર્ચા કરી અને ચર્ચાને અંતે તેમણે આઝાદ હિંદ ફોજમાં જોડાવાનો નિશ્ચય કર્યો, પરંતુ એ નિશ્ચયને અમલમાં મૂકતાં પહેલાં એક પ્રશ્ન તેમની સમક્ષ ઊપસ્થિત થયો. લશ્કરમાં જ્યારે તેઓ જોડાયા, ત્યારે તેમણે રાજાને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી ત્યારે પહેલું શું? રાજા કે દેશ? વફાદારીના કોના પ્રત્યે પહેલી, રાજા પ્રત્યે કે દેશ પ્રત્યે ? અને ખૂબ વિચારણાને