આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
નેતાજીના સાથીદારો
 


અંતે ધીલોને દેશ પ્રત્યેની વફાદારીને પ્રથમ સ્થાન આપ્યું. અને મોહનસિંહને, આઝાદ હિંદ ફોજની રચનામાં પૂરતી સહાય આપવાનું સ્વીકાર્યું. મોહનસિંહની પરવાનગીથી હિંદી સૈનિકો સમક્ષ તેમણે શિસ્ત, આરોગ્ય અને મોભાને સ્પર્શતા પ્રશ્નો પર વિવેચનો આપવા માંડ્યાં.

એ દિવસો મુશ્કેલીના હતા. પતનને પરિણામે જે નૈતિક અધઃપતન આવે છે એ અધઃપતનની ગર્તામાં હિંદી સૈનિકો ગળાબૂડ હતા. તેમને બહાર કાઢીને, તેમના ગળામાં ક્યારેય ન ઉતર્યાં હોય એવા રાષ્ટ્રવાદના, રાષ્ટ્રીય ગૌરવના અને રાષ્ટ્રીય ઐક્યતાના ઘૂંટડા ઉતારવાનું કામ ધીલોને હાથ ધર્યું.

પરન્તુ આઝાદ હિંદ ફોજ કાંઈ પણ, કામયાબી પ્રાપ્ત કરે તે પહેલાં તો તેને વિસર્જન કરવી પડી અને તેના સ્થાપક કૅપ્ટન મોહનસિંહને જાપાનની છાવણીમાં અટકાયતમાં રહેવું પડ્યું.

પહેલી આઝાદ ફોજના અનુભવથી દાઝી ઊઠેલા ધીલોન બીજી આઝાદ ફોજની રચના વખતે વિરોધમાં ઊભા હતા, પણ નેતાજીના વ્યક્તિત્વે તેઓ આકર્ષાયા અને જ્યારે પોતાના સાથીદારો શાહનવાઝખાન અને પ્રેમ સહગલે નેતાજીની સાથે જ ઊભવાનો નિશ્ચય કર્યો અને નેતાજી અને આઝાદ હિંદ સરકારને વફાદાર રહેવાના શપથ લીધા. જો કે નેતાજીના આગમન પછી પણ ધીલોન એવો અભિપ્રાય ધરાવતા હતા કે મેાહનસિંહે ઊભી કરેલી આઝાદ હિંદ ફોજ લશ્કરી દૃષ્ટિએ વધુ ક્રાંતિકારી ફોજ હતી, પણ રાજકિય દૃષ્ટિએ તે નેતાજીના નેતૃત્વ હેઠળની આઝાદ હિંંદ ફોજ સાથે તેની સરખામણી થઈ શકે તેમ નહતી, એટલે ધીલોન નેતાજીના નેતૃત્વ હેઠળની ફોજને કામયાબ બનાવવા માટે સખ્ત પરિશ્રમ ઉઠાવી રહ્યા.

૧૯૪૪ના ઓક્ટોબરમાં નેતાજીએ ધીલોનને બોલાવ્યા અને કલાકો સુધી તેમની સાથે ચર્ચા કરી. નેતાજી સાથેની આ