આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮
નેતાજીના સાથીદારો
 


શ્રી. સુભાષચંદ્ર બોઝનાં પ્રવચનો, એમની નેતાગીરી વગેરે વસ્તુઓના તેમ જ પેાતાના ભાષણોના ઉલ્લેખ કરતાં કપ્તાન ધીલાંએ વધુમાં કહ્યું હતું કે, ‘અમે સાધનોના અભાવે પૂરતા માણસો તૈયાર કરી શકતા નહોતા. દેશ પ્રત્યેના પ્રેમના કારણે જ એમાં જોડાવાની સ્પષ્ટતા અમે કરી હતી, બસો માણસોને મીગ્યાન છોડ્યા પહેલાં દૂર મોકલી આપવામાં આવ્યા હતા.’

અત્યાચારોના આરોપો વિશે લેફ્ટ. ધીલાંએ જણાવ્યુ હતું કે, ‘અટકાયતી છાવણી જ ન હતી, પણ શિસ્તભંગના ગુના માટે એક અલગ છાવણી હતી, અહીં રખાતા કેદીઓનો અર્થ એ થતો કે તેમનામાં ચારિત્ર્યની કશી ખામી હતી, આ વસ્તુ ફોજમાં જોડાવા માટે એક નાલાયકી ગણાતી હતી. ફરિયાદ પક્ષના સાક્ષીઓએ જુદી અને વિકૃત હકીકતો રજૂ કરી છે. તેનો આશય સરકારની કૃપા મેળવવાનો છે.

આઝાદ ફોજ છોડી જવાની દરેક સૈનિકને છૂટ હતી. અમે દુશ્મન હરોળથી માત્ર બે માઈલ દૂર નહોતા. છતાં અઠવાડિયાંઓ સુધી કોઈ પણ માણસે બાતમી આપી નહોતી.

ઘણી વખત, વીસ-વીસ કલાકો સુધી અમારે પાણી અને ખોરાક વિના ચલાવવું પડતું. આ ત્રાસ સ્વૈચ્છાએ જોડાયેલી સેના જ સહન કરી શકે. એ ખરું છે કે ચાર માણસોને સજા કરાઈ હતી, પણ મારા હુકમ હેઠળ દેવાઈ હતી એ વસ્તુ ખોટી છે. હું એ વખતે પથારીવશ હતો. પાછળથી વિભાગી સેનાપતિએ સજા રદ કરી હતી અને તેનો કદિ અમલ કરાયો નહોતો.

મેં સરકારની એક વ્યસ્થિત સેનાના એક ભાગ તરીકે કાર્ય કર્યું છે. આથી હિંદી ફોજદારી ધારા હેઠળ મારા પર કામ ચાલી શકે નહિ. હું આઝાદ ફોજમાં શુદ્ધ આશયથી જોડાયો