આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુરુબક્ષસીંગ ધીલોન
૧૨૯
 

હતો. આથી હું ઘણા યુદ્ઘકેદીઓને પૈસા અને બીજી સામગ્રીઓ આપી શક્યો હતો અને હિંદીઓનું સ્વમાન સાચવી શક્યો હતો.

‘જાપાનિઝોની સજા પામેલા ઘણા નાગરિકોને મેં બચાવ્યા હતા. હિંદનાં શહેરો પર બોંબવર્ષા ચલાવતા જાપાનિઝોને અટકાવ્યા હતા. આ સેના માટે દૂર પૂર્વના હિંદીઓએ કામચલાઉ આઝાદ સરકારના ફાળામાં કરાડો રૂપિયા ભરીને કદર કરી હતી.

(૩)

કર્નલ ગુરુબક્ષસીંગ ધીલોને, રણમોરચે જે વીરતા બતાવી, જે ખમીર તેમના સાથીદારોએ બતાવ્યું અને આઝાદ હિંદ ફોજના નામ પર યશકલગી ચઢાવી, એથી સર સેનાપતિ નેતાજી સુભાષ બોઝને અપાર આનંદ થયો હતો; અને તેમણે કર્નલ ધીલોનને અભિનંદનપત્ર આપ્યો હતો. એ અભિનંદનપત્ર અને કર્નલ ધીલોનનો પ્રત્યુત્તર, કર્નલ ધીલોનના હૈયાની વેદના ધીકતી કરે છે.

સદર દફતર અલ કમાનઃ આઝાદ હિંદ ફોજ
રંગુન
૧૨ માર્ચ ૧૯૪૫

મેજર જી. એસ. ધીલેાન,
જય હિંદ.

તમારી ફોજ અને તમે જાતે જે કાર્ય કરી રહ્યા છો. તેને હું ખૂબ રસપૂર્વક નિહાળી રહ્યો છું અને કટોકટીની પળે તમે જે બહાદુરીથી, મક્કમતાપૂર્વક સામનો કરી રહ્યા છો, એ માટે તમને હું મુબારકબાદી આપું છું, હાલની કેટોકટીની પળે તમારામાં અને તમારી પડખે ઊભા રહેનારાઓમાં હું મારો પૂર્ણ વિશ્વાસ જાહેર કરું છું.

આ ઐતિહાસિક લડતમાં વ્યક્તિગત રીતે આપણું ગમે તે થાય, પણ જગત પર એવી કોઈ શક્તિ અસ્તિત્વમાં નથી કે