આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુરુબક્ષસીંગ ધીલોન
૧૩૩
 


તા. ૩ જી માર્ચ ૧૯૪૫ના રોજ મેજર ધીલોનની સહીથી ‘ખૂબજ ખાનગી’ પરિપત્ર પ્રસિદ્ધ થયેલો એ પરિપત્રમાં જુદી જુદી તારીખોના બનાવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ નીચે મુજબ છે.

૨૮ ફેબ્રુ. ’૪૫ : એવા સમાચાર મળ્યા છે કે દુશ્મનો પીન્બીન લેટફીનબીનના માર્ગેથી કયાઉક પાદૌંગ તરફ આગળ ધસી રહ્યા છે. કેટલીક જાપાનિઝ ટુકડીઓએ હુમલો કર્યો હતો પણ જ્યાં હુમલો કર્યો ત્યાં કોઈ જણાયું નહતું.

નીચે જણાવેલા ઓફિસરો ડિવિઝનલ એક્સીલિયરી યુનીટસ સાથે ત્યાં ગયા હતા. યુનીટ્સ સલામત રીતે પાછા ફર્યા પણ ઓફિસરો અને તેમના સૈનિકો પાછા ફર્યાં નથી. એમ જણાય છે કે ક્યાં તો દુશ્મનોએ તેમને પકડ્યા છે, અથવા તો તેઓ દુશ્મનો સાથે મળી ગયા છે.

મેજર મહમદ રીઆઝખાન, મેજર પી. જે. મદન, મેજર એસ. એમ. દવે, મેજર મહમદ સરવાર અને લેફ. મહમદ બક્ષ.

તા. ૧ માર્ચ ’૪૫: આ દિવસો દરમિયાન કાંઈ ખાસ બન્યું નથી. આપણા તરફથી નિરીક્ષક પ્રવૃત્તિ ચાલુ રહી છે. તીબુ વિસ્તારમાંની આપણી ગેરીલા પાર્ટીને ઘેરવાનો દુશ્મનોએ પ્રયાસ કર્યો હતો પણ તેઓ નિષ્ફળ ગયા છે, આપણા નિરીક્ષકો સીકટીએન અને વેલૌંગ ગયા હતા અને એવી માહિતી મેળવી શક્યા છે કે દુશ્મનો ટૌંગથા તરફ ગયા છે. દુશ્મન પાસે ૧૨ ટેન્કો અને ૫૦૦ લોરીઓ છે. ટૌગથા, વેલૌંગ અને સીક્ટીએન રસ્તાઓ પર કોઈ દુશ્મન નજરે પડ્યો નથી. તેમજ ટેલિફોન લાઈન પણ જણાઈ નથી. મોટા ભાગના નાગરિકો અમેરિકા તરફી છે કારણ કે તેમને ચોખા, દૂધ અને સીગારેટ આપવામાં આવે છે, જોડા અને વસ્ત્રો પણ પૂરાં પાડવામાં આવે છે. દુશ્મનો