આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૭
ગુરુબક્ષસીંગ ધિલોન
 

માઈલ દૂર નૌન્ગુ તરફ નિરીક્ષણ માટે ગયા હતા. તેમની સામે મુખ્ય રસ્તાની પશ્ચિમ બાજુએથી મજબુત દુશ્મન ટુકડીએ ગોળીબાર શરૂ કર્યો હતો. આાપણા નિરીક્ષકોએ તેનો સામે જવાબ આપ્યો હતો અને સાત દુશ્મનને ઠાર કર્યાં. આ સંદેશ વડા મથકે મોકલવામાં આવ્યો. દુશ્મન આગળ વધતા હાવાથી, તેને આગળ વધતા અટકાવવા માટે તુકારામની સરદારી હેઠળ બીજી ટુકડી મદદે મોકલવામાં આવી અને તેણે દુશ્મનને આગળ વધતા અટકાવ્યા.

બાર વાગે મુખ્ય રસ્તા પરથી ૧૫ દુશ્મન ટેન્કો, ૧૧ રણગાડીઓ અને ૧૦ ટ્રકો આગળ વધી અને પોઇન્ટ ‘એ’ પર બોંબમારો અને તોપમારો કરવા લાગી. આપણા સૈનિકોએ રાઈફૂલ અને બ્રેનગનથી તેનો જવાબ આપવા માંડ્યો. આથી દુશ્મનોએ નિશાન બદલ્યું અને પોઇન્ટ 'બી' પર મારો શરૂ કર્યો અને પાછો ત્યાંથી પોઇન્ટ 'એ' પર મારો શરૂ કર્યો.

‘બી’ પોઈન્ટ પરની આપણી ફેાજોને દુશ્મન વડા મથકેથી સંદેશવાહક દ્વારા એવી ચેતવણી આપવામાં આવી કે તેમનો નાશ કરવનોતે નિશ્ચય કર્યો છે. આપણી ફોજોએ તોપગોળા અને હાથથી ફેંકાય તેવા બોંબ ફ્રેંકવા માંડ્યા, પણ આપી ફોજ અસહાય હતી. દુશ્મન તાકાત વધુ હતી. આપણી ફોજ સાથેની બે સૂરંગોનો ઉપયોગ કરવામાં આવ્યો પણ કમનસીબે તે નકામી નિવડી અને નિશાન ચૂકી ગઇ. ૫ અને ૬ પલ્ટનો ખાઈમાંથી બહાર આવી અને બેયોનેટો ચડાવીને કેસરીયા કર્યાં. ‘નેતાજી કી જય' 'ઈન્કીલાબ ઝીન્દાબાદ ' અને 'ચલો દિલ્હી'ની ગર્જનાઓ સાથે તેણે દુશ્મને પર હલ્લો કર્યો. દુશ્મનો ટ્રકોમાંથી બહાર કૂદી પડયા અને હાથેાહાથની લડાઈ શરૂ થઈ. એક કલાક સુધી આામ હાથોહાથનો જંગ ચાલુ રહ્યો. કમાન્ડર ગીયાનસીંગ સૈનિકોને ઉત્સાહિત કરતા હતા. પાંચમી પલ્ટનના