આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વ. રાસબિહારી ઘોષ
 

 આ આખા બનાવથી સ્વ. રાસબિહારી ઘોષને ભારે આઘાત લાગ્યો. હિંદની આઝાદીની ઝંખના કરતાં કરતાં એ વૃદ્ધાવસ્થાને આરે આવી ઊભા હતા. મૃત્યુ આવે તે પહેલાં એકવાર પોતાની માતૃભૂમિને આઝાદ અને સ્વતંત્ર જોવાને, એમની આંખો તલસતી હતી. ૨૫ ઉપરાંત વર્ષોથી એ માદરે વતન હિંદથી દૂર પડ્યા હતા અને દૂર પડ્યે પડ્યે પણ હિંદની આઝાદીની લડત એ ખેલતા હતા. એમને મન આઝાદ હિંદ ફોજની રચના એક અતિ આનંદદાયક ઘટના હતી.

મિત્રો સમક્ષ તેમણે કહ્યું હતું કે ‘હવે મને ખાત્રી થઈ ચૂકી છે કે મારી મા, જરૂર આઝાદ થવાની છે, એની મુક્તિની મંગલ ઘડી આવી પહોંચી છે.’ એટલે જ, આઝાદ હિંદ ફોજના વિસર્જનથી તેમના દીલને જબ્બર આાઘાત લાગ્યો.

તેમને લાગ્યું કે પોતે વર્ષોથી જાપાનમાં વસવાટ કરે છે એટલે જ, પોતાના હિંદી ભાઈઓને કદાચ પોતાના નેતૃત્વ વિશે શંકા જાગી હશે. સંભવ છે કે, પોતાના હિંદી ભાઈઓ પોતાની પર વિશ્વાસ મૂકવાને તૈયાર ન હોય. એટલે તેમને, હિંદીઓને યોગ્ય દોરવણી આપે અને જાપાનનાં વરિષ્ટ મંડળો સાથે સતત સંપર્કમાં રહીને, તેની તાકાતનો હિંદની આઝાદી માટે ઉપયોગ કરે તેવા નેતાની આવશ્યકતા જણાઈ: પૂર્વ એશિયામાં વસતા હિંદીઓમાં તો એવો કોઈ નેતા ન હતો, ત્યાં એમને સમાચાર મળ્યા: ‘હિંદમાંથી, પોલિસને થાપ આપીને શ્રી. સુભાષ બોઝ છટકી આવ્યા છે. તેઓ હાલ જર્મનીમાં છે અને ત્યાં આઝાદ હિંદ ફોજની રચના કરીને, હિંદની આઝાદીની લડત, ધરી રાજ્યોની મદદથી શરૂ કરવા માગે છે.’

સ્વ. રાસબિહારીને આજની પળને યોગ્ય એવા નેતા મળી ગયો. સુભાષબાબુએ જો હિંદની આઝાદીનો જંગ સફળતાપૂર્વક ખેલવો જ હોય તો પૂર્વ એશિયામાં જ પોતાનું થાણું જમાવવું જોઈએ. અહીંથી જ લડત લડી શકાય. અહીં હિંદીઓ