આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


[૯]

બેટાઇ દંપત્તિ


[કરો સબ ન્યોછાવર બનો સબ ફકીર]



‘કરો સબ ન્યોછાવર બનો સબ ફકીર’ હિંદ સરકાર, હિંદની આઝાદી માટે, મોરચા પર લડી રહેલા આપણા બહાદુર સૈનિકોને માટે હું તમારી પાસે સર્વસ્વ માગું છું. સંપૂર્ણ બલિદાન માગું છું, તમે જેટલું આપી શકો તેટલું આપો, તમારી પાસે જે કાંઈ હોય તે બધું જ આપી દો. આપણે માટે આવો પ્રસંગ ફરી ફરીને આવવાનો નથી. એટલું યાદ રાખજો. આ૫ણી માતૃભૂમિ ની આઝાદી માટેનો આપણો જંગ, તમારી પાસે સર્વસ્વનું બલિદાન માગે છે. કોણ કહે છે કે આ રહી મારી મિલ્કત ?’

આ વિરાટ સભા: જાણે માનવ મહાસાગર હેલે ચડ્યો; પૂર્વ એશિયાના જાહેર જીવનનાં આટલાં વર્ષોમાં ક્યારેય આવી