આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આનંદમોહન સહાય
૧૩
 


‘મુશ્કેલીઓને બરદાસ કરવાની મારામાં હિંમત છે.’ જુવાને પોતાની તૈયારી બતાવી અને એ જુવાનનો તેણે હાથ પકડ્યો.

એ જુવાન તે આનન્દમોહન સહાયઃ નેતાજીએ પૂર્વ-એશિયામાં સ્થાપેલી આઝાદ હિંદ સરકારના એ મહામંત્રી.

તેમનું કુટુંબ, બિહારમાં ખૂબ જ પ્રસિદ્ધ છે, તેમના પિતા લાલા મોહન સહાય નાથનગરના એક પ્રસિધ્ધ જમીનદાર હતા. શ્રી. આનંદમોહન તેમનો સૌથી મોટો પુત્ર. લાલા મોહન સહાય પોતાના સંતાનોને કેળવણી આપવા પાછળ પુષ્કળ કાળજી રાખતા.

દેશભરમાં સત્યાગ્રહનો જુવાળ જ્યારે ઉછળી રહ્યો હતો અને દેશના જુવાનો જ્યારે માભોમની મુક્તિ માટે મરજીવાઓ બનીને ઘૂમતા હતા. ત્યારે શ્રી. આનંદમોહન, સ્વ. દેશબંધુ ચિતરંજનદાસ પ્રત્યે આકર્ષાયા. સ્વ. દેશબંધુની ભવ્ય અને તેજસ્વી પ્રતિભા, અપૂર્વ બલિદાન અને અપાર ધગશ શ્રી. આનંદમોહન સહાયને આકર્ષવા માટે પૂરતાં હતાં. અભ્યાસ છોડી દૂઈને તેમણે આઝાદીની લડતમાં ઝંપલાવ્યું. દેશબંધુએ તેમને તેમના પોતાના જ પ્રાંતમાં શ્રી. રાજેન્દ્રબાબુ સાથે રહીને કામ કરવાનો આદેશ આપ્યો.

એ દિવસો દરમિયાન તેમણે જે ઉત્સાહપૂર્વક કાર્ય કરવા માંડ્યું, તેના પરિણામે સત્તાવાળાઓની નજરમાં તેઓ આવી ગયા.

અસહકારનાં પૂર પાછાં વળ્યાં. દેશભરમાં નિરાશાનું ઘોર આવરણ છવાયું હતું. આગેવાનો પણ હતાશ થયા હતા અને પ્રજા પણ હતોત્સાહ બની હતી, ત્યારે પણ શ્રી. આનંમોહનનો ઉત્સાહ અદમ્ય હતો. એના દિલમાં શાંતિ નહતી. એની બેચેની એવીને એવી જ હતી. અસહકારના દિવસો દરમિયાન એના