આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આનંદમોહન સહાય
૨૩
 

માંડયા. નેતાજીના આગમન સાથે, શ્રી. સહાયે તેમને પૂર્વ એશીઆની પરિસ્થિતિથી સંપૂર્ણપણે વાકેફ કર્યા અને હિંદીઓની ચળવળને ફરીથી વ્યવસ્થિત કરવા માટેનાં ઉપયોગી સૂચનો કર્યા. જ્યારે નેતાજીએ નેતૃત્વ હાથ ધર્યું કે તરત જ શ્રી. સહાયને પરદેશખાતું સુપ્રત થયું અને ૧૯૪૩માં નેતાજીએ જ્યારે આઝાદ હિંદની કામચલાઉ સરકારની સ્થાપના કરી ત્યારે નેતાજીની સૂચનાથી જ, શ્રી. સહાયને પ્રધાનમંડળમાં લેવામાં આવ્યા અને મહામંત્રીનું જવાબદારીભર્યું સ્થાન આપવામાં આવ્યું. ટોકીઓમાં મળેલી પૂર્વ એશિયા પરિષદમાં નેતાજીએ શ્રી. સહાય અને કર્નલ ભોંસલેને આઝાદ હિંદ સરકારના પ્રતિનિધિ તરીકે મેાકલ્યા હતા અને જ્યારે જાપાન સરકારે શહિદ અને સ્વરાજ ટાપુઓ, આઝાદ હિંદ સરકારને સુપ્રત કરવાનો નિર્ણય કર્યો, ત્યારે તેની ફેરબદલી અંગે ચર્ચા કરવા માટે નેતાજીની સાથે આઝાદ હિંદ સરકારના પ્રતિનિધિ તરીકે શ્રી. સહાય અને કર્નલ ભોંસલે પણ ગયા હતા.

શ્રો. આનંદમોહન સહાય નેતાજીની ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ તરીકે ૧૯૨૦થી સ્થાન ધરાવે છે. ૧૯૨૦ માં જ્યારે શ્રી. આનંદમેાહન સહાય, બાબુ રાજેન્દ્રપ્રસાદના મંત્રી હતા, ત્યારે દેશબંધુ દાસના જમણા હાથ સમા સુભાષબાબુના પરિચયમાં આવ્યા હતા. ત્યારથી શ્રી. સહાયની શક્તિઓનો પણ નેતાજીને પરિચય થયો હતો.

એક વખતે નેતાજી અને જાપાની સત્તાવાળાઓ વચ્ચે ચલણના સંબંધમાં ગંભીર મતભેદ ઊભો થયો. જાપાની સત્તાવાળાઓ એમ કહેતા હતા કે, મુક્ત થયેલા પ્રદેશમાં જાપાનનું ચલણ જ ચાલુ રહે. ત્યારે નેતાએ એના ઉગ્ર પ્રતિકાર કર્યો, અને આઝાદ હિંદ સરકારનું નાણું જ ચાલુ કરવાનો નિશ્ચય